જૂનાગઢ નજીક આવેલા ભવનાથ તિર્થક્ષેત્રમાં યોજાયેલ શિવરાત્રી મેળાને લઇને ગિરનાર રોપ-વે ૬ દિવસ માટે બંધ કરાયો હતો. પરંતુ હવે શિવરાત્રી મેળો શાંતિપૂર્ણ રીતે સંપન્ન થયો છે. ત્યારે ગઈકાલે તા.૧૨ માર્ચથી ફરીથી ગિરનાર રોપ-વે શરૂ કરવામાં આવ્યો છે અને જે અંગેની જાણ થતાં જ પ્રવાસી જનતા અને ગિરનાર ખાતે અંબાજી માતાજીનાં દર્શને આવનારા યાત્રાળુઓમાં આનંદની લાગણી વ્યાપી ગઈ છે. તા.૧૨ માર્ચથી ગિરનાર રોપ-વે શરૂ કરવામાં આવ્યો છે. સવારે ૮થી સાંજના ૫ વાગ્યા સુધી લોકો રોપ-વેનો લાભ લઇ શકશે. તેમજ હોળી-ધુળેટીનો તહેવાર નજીક આવી રહ્યો હોવાથી વરિષ્ઠ નાગરિકો માટે ડીસ્કાઉન્ટ ઓફર ખુલ્લી મુકવામાં આવી છે. જેમાં વરિષ્ઠ નાગરિકોને ગિરનાર રોપ-વેની દ્વિમાર્ગી સવારી ભાડા ઉપર ૧૦ ટકા છુટ મળશે. આ ઓફરનો લાભ લેવા માટે સિનિયર સિટીઝન ઓળખકાર્ડ રજૂ કરવું ફરજિયાત છે. આ વિશેષ ઓફર તા.૧૫થી ૩૧ માર્ચ સુધી લાગુ રહેશે. અત્રે ઉલ્લેખનીય છે કે, એશિયાના સૌથી મોટા ગિરનાર રોપ-વે શરૂ થયા બાદ ખુબજ ટુંકા ગાળામાં પ્રવાસી જનતા તરફથી જબ્બર પ્રતિસાદ મળ્યો છે. હજારો શ્રધ્ધાળુઓએ રોપ-વે યાત્રા મારફત ગરવા ગિરનાર ઉપર બિરાજતા અંબાજી માતાજીનાં દર્શનનો લાભ લીધો છે. અંબાજી મંદિરનાં મહંત તનસુખગીરીબાપુ, મહંત ગણપતગીરીબાપુ અને મંદિર ટ્રસ્ટ તરફથી ભાવિકોને પૂજનવિધી પણ કરવામાં આવે છે. તો બીજી તરફ ઉષા બ્રેકો કંપનીના પ્રાદેશિક હેડ દિપક કપલીશનાં માર્ગદર્શન હેઠળ જૂનાગઢ ખાતેના ગિરનાર રોપ-વેના મેનેજર વિભાગ દ્વારા સંપુર્ણ તકેદારી સાથે કોરોના કાળમાં પણ સોશ્યલ ડિસ્ટન્સ અને સરકારશ્રીની ગાઈડલાઈન મુજબ કાર્યવાહી થાય છે. યાત્રાળુઓની સુવિધા માટે વિવિધ વ્યવસ્થા કરવામાં આવી રહી છે અને રોપ-વેની યાત્રામાં વધુને વધુ પ્રવાસી જનતા આવી રહી હોવાનું જાણવા મળે છે.
#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews