કેશોદ નગરપાલિકાનાં પ્રમુખ પદે વોર્ડ નંબર.૭ના મહીલા સદસ્ય બનશે તેવી શહેરીજનોમાં ચર્ચા

0

કેશોદ નગરપાલિકા ચૂંટણી તાજેતરમાં યોજાઈ હતી. જેમાં ૯ વોર્ડમાંથી કુલ ૩૬ ઉમેદવારોમાંથી ભાજપના ૩૦ ઉમેદવારો વિજેતા જાહેર થયા છે. જેમાં ૧૬ મહીલા અને ૧૪ પુરૂષ ઉમેદવારો વિજેતા બન્યા હતા. ચૂંટણી પહેલાં ભાજપના ઉમેદવારોની પસંદગી પ્રક્રિયાથી જ રાજકીય માહોલ ગરમાયો હતો. કોઈની ખુશી તો કોઈની નારાજગી વચ્ચે ટિકિટની ફાળવણી કરવામાં આવી હતી. જેમાં ભાજપના જ અનેક કાર્યકરો ઉમેદવારોમાં અસંતોષ પણ જાેવા મળ્યો હતો અને ટિકિટની ફાળવણીમાં પણ આંતરીક વિવાદ જાેવા મળેલ હતો છતાં ઘીના ઠામમાં ઘી ભળી ગયું અને ભાજપના ૩૬માંથી ૩૦ ઉમેદવારો ઉમેદવાર વિજેતા થયા ચૂંટણી બાદ પણ ટીકીટ ફાળવણી બાબતે અનેક આક્ષેપ થયા હતા. કેશોદ ભાજપના સંગઠન દ્વારા પક્ષપાતી વલણ દાખવવામાં આવતું હોવાના આક્ષેપ સાથે નગરપાલિકાનાં પૂર્વ પ્રમુખ યોગેશભાઈ સાવલીયાએ ભાજપમાંથી રાજીનામું આપ્યું હતું. જે બાબતે કેશોદ નગરપાલિકાનાં પૂર્વ પ્રમુખ યોગેશભાઈ સાવલીયાએ જણાવ્યું હતું કે, છેલ્લાં અઢી માસથી કેશોદ શહેર ભાજપના સંગઠન દ્વારા શહેરના પ્રથમ નાગરિક હોવાં ઉપરાંત કેશોદ વેપારી મહામંડળનાં પ્રમુખ હોવાં છતાં માન સન્માન આપવાને બદલે સાઈડલાઈન કરવામાં આવતાં સંગઠનનાં માનસિક ત્રાસ વધી જતાં પોતાનાં આત્મસન્માન જાળવવા રાજીનામું આપ્યું હોવાનું જણાવ્યું હતું. કેશોદ નગરપાલિકા મત વિસ્તારના દરેક વોર્ડમાં ટિકિટ ફાળવણી કરવાથી નારાજગી હોવાનો આક્ષેપ કર્યો હતો. કેશોદ ભાજપના સંગઠનનાં જવાબદાર પ્રમુખ મહામંત્રી દ્વારા મનમાની ચલાવી પક્ષને નુકશાન થાય છે અને કેશોદ શહેર પ્રમુખ વિરૂદ્ધ એસીબીએ રંગે હાથે ઝડપી પાડ્યાં હતાં જે કેસ હજું પણ ચાલું છે. કેશોદના ધારાસભ્ય અને જીલ્લાનાં આગેવાનોને પૂર્વ પ્રમુખ યોગેશભાઈ સાવલીયાએ ભાજપને અલવિદા કર્યાની જાણથી આગેવાનોમાં હડકંપ મચી ગયો હતો. ભાજપના ૩૦ ઉમેદવારો વિજેતા થતાં અને પહેલા અઢી વર્ષ માટે મહીલા ઉમેદવારને પ્રમુખ પદ સોંપવાનું હોય ત્યારે ભાજપના ૧૬ વિજેતા મહીલા ઉમેદવારમાંથી પ્રમુખ પદ માટેની રાજકીય ગતીવિધીઓ શરૂ થઈ રહી છે. ત્યારે નગરપાલિકા પ્રમુખ પદ માટે જ્ઞાતીના સમીકરણોના આધારે ? સિનીયોરીટીના આધારે ? રાજકીય અનુભવના આધારે ? વહીવટી કૌશલ્યના આધારે ? આવનારા વર્ષે આવી રહેલ ધારાસભાની ચૂંટણીને અનુલક્ષીને ? કે રાજકીય ઈશારે ? લાગવગશાહીથી ? પ્રમુખ પદની નિમણુંક કરવામાં આવશે એ બાબતે રાજકીય માહોલ ગરમાયો છે. ત્યારે ગણતરીના દિવસો બાદ પ્રમુખ પદ માટે કોને પસંદ કરવામાં આવશે તે જાેવાનું રહ્યું પણ હાલ વોર્ડ નંબર ૭ના વિજેતા બે મહીલા ઉમેદવારોમાંથી કોને પ્રમુદ પદ સોંપાશે એ સવાલ શહેરીજનોમાં ચર્ચાઈ રહ્યો છે.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!