માંગરોળ સાંઈધામ ખાતે દ્વિદિવસીય મૂર્તિ પ્રતિષ્ઠા મહોત્સવ યોજાયો

0

માંગરોનાં કેશોદ બાયપાસ ચોકડી વિવેકાનંદ ગેઈટ પાસે આવેલા શ્રી સાંઈધામ આશ્રમ ખાતે દ્વિ દિવસીય મૂર્તિ પ્રતિષ્ઠા ધર્મોત્સવ યોજાયો હતો. પૂજય ભરતબાપુ સાંઈરામ દ્વારા સંચાલિત આશ્રમમાં શીરડી જેવી જ સાંઈબાબાની સુંદર મૂર્તિની પ્રતિષ્ઠા ઉત્સવ યોજાયો હતો જેનાં મુખ્ય દાતા અને યજમાન અમદાવાદનાં પ્રફુલભાઈ ચુડાસમા અને પાલનપુરનાં પરેશભાઈ મિસ્ત્રી સહ પરિવાર ધર્મ લાભ લીધેલો હતો. પૂર્વ સંધ્યાએ ભવ્ય સંતવાણીનું આયોજન કરવામાં આવેલ હતું. જેમાં રાજકોટનાં લોકગાયક હેમન્ત જાેશી, રોશની અગ્રાવત, બાળ કલાકાર હેમાંગ ખોલિયાએ ભજન, લોકગીત, કવ્વાલી પીરસેલ જેને લોકોએ બિરદાવેલ હતા. ગોૈરક્ષા સેનાની ટીમે સુંદર વ્યવસ્થા સાચવેલી હતી. ડાયરાનું સંચાલન ઉદ્‌ઘોષક રમેશ જાેશીએ અને કલાકારોનું આતિથ્ય અભય ગરેજાએ કરેલું હતું. હિન્દુ યુવા સંગઠનનાં મિત્રોએ સુંદર સહયોગ કરેલો હતો. દિવસભર પ્રતિષ્ઠા પૂજન બાદ સાંજે ભવ્ય મહાઆરતી યોજાયેલી હતી જેમાં વિશાળ સંખ્યામાં ભાઈ-બહેનોએ ભાગ લીધેલો હતો. સમાપને સોૈ ભકતોએ સમૂહ મહાપ્રસાદ લઈ ધન્યભાવ અનુભવેલો હતો. આ પ્રસંગે નગરપાલિકા ઉપપ્રમુખ મનોજભાઈ વિઠલાણી, શહેર ભાજપ પ્રમુખ લીનેશ સોમૈયા, ચોરવાડ અગ્રણી મંથનભાઈ ડાભી, પર્યાવરણવિદ નરેશગીરી ગોસ્વામી, જી.કે. રબારી, સૂરજભાણ ખાચર, પંકજ રાજપરા વિગેરે ખાસ ઉપસ્થિત રહેલા હતા. બે દિવસનાં ધર્મોત્સવથી લાંબા અંતરાલ બાદ લોકોમાં ગજબનો ઉત્સાહ જાેવા મળેલો હતો.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!