માંગરોળનાં જંગલમાંથી સસલાનો શિકાર કરતી ગેંગ ઝડપાય, પાંચની અટક

0

માંગરોળ નજીક જંગલ વિસ્તારમાં રાત્રીના સમયે સસલાનો શિકાર કરવાના આશયથી ઘુસેલા પાંચ શખ્સોને વનવિભાગે ઝડપી લીધા હતા. જ્યારે એક નાસી છૂટ્યો હતો. વનતંત્ર દ્વારા દંડનીય કાર્યવાહી હાથ ધરાય છે. નજીકના ખોડાદાના ભારખડા તરીકે ઓળખાતા જંગલ વિસ્તારમાં રાત્રીના સમયે કેટલાક શંકાસ્પદ શખ્સો પ્રવેશ્યા હોવાની ફોરેસ્ટ વિભાગને બાતમી મળી હતી. જેના આધારે વનવિભાગે તપાસ કરતા ઝુઝારપુરના રહેવાસી એવા પાંચ શખ્સોને ઝડપી લીધા હતા. તેઓ પાસેથી તેલ, રાય-જીરૂ સહિતનો રાંધવાના મસાલાનો સામાન મળી આવ્યો હતો. તેઓએ દરીયાકાંઠે કરચલાઓનો શિકાર કર્યો હોવાનું તેમજ સસલાનો શિકાર કરવાનો ઈરાદો હોવાની કબૂલાત આપી હતી. જાે કે તેઓ પાસે શિકાર માટેના કોઈ સાધનો મળી આવ્યા ન હતા. ખોડાદાના જંગલમાં સિંહો પણ વસવાટ કરતા હોય, આજુબાજુના ગામડામાં દંગા નાંખીને રહેતા લોકોની તપાસ કરવામાં આવી રહી છે.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews