ગુજરાતમાં કોરોનાનો વિસ્ફોટ ચૂંટણી સભાઓ, ક્રિકેટ મેચો અને બેદરકારીને લીધે થયો

0

થોડા સમય પહેલાં જ ગુજરાતમાં કોરોનાના ઘણા ઓછા કેસો આવી રહ્યા હતા. લોકડાઉન હળવા કરવાના મહિનાઓ બાદ સામાન્ય જનજીવન શરૂ થતાં ફરીવાર નવા કેસો બહાર આવવા લાગ્યા. સ્થાનિક નગર નિગમની ચૂંટણીઓ તથા ક્રિકેટ મેચોને કારણે કેસોમાં જાેરદાર ઉછાળો સર્જાયો અને આ આંકડો દૈનિક ૯૦૦ને પાર ગયો છે. ૨૭ માર્ચ ૨૦૨૦ના રોજ રાજ્યમાં ૪૧ એક્ટિવ કેસો હતા અને માત્ર બે મહિનામાં આ સંખ્યા વધીને ૬,૯૩૬ ઉપર પહોંચી ગઇ હતી. ૨૬મી સપ્ટેમ્બરે આ સંખ્યા વધીને ૧૬,૪૬૩ ઉપર પહોંચી ગઇ હતી. જ્યારે ૩ નવેમ્બરની આઠ વિસ્તારોની પેટાચૂંટણી પહેલાં આ સંખ્યા ઘટવા લાગી હતી. ચૂંટણીના બે દિવસ પહેલાં ૧લી નવેમ્બરે રાજ્યમાં એક્ટિવ કેસોની સંખ્યા ઘટીને ૧૨,૮૧૧ થઇ ગઇ જેમાં ૪૦ ટકા સુધી ઘટાડો જાેવા મળ્યો. તે બાદ દિવાળી તહેવારને કારણે ફરીથી કેસો વધવા લાગ્યા અને ૩૦મી નવેમ્બરે એક્ટિવ કેસોની સંખ્યા વધીને ૧૪,૯૭૦ થઇ ગઇ હતી. ગુજરાત સરકારે ત્યારે રાત્રી કરફ્યુ લાદ્યો અને થોડા દિવસોમાં જ કેસો ઘટવા લાગ્યા. ૧લી જાન્યુઆરી ૨૦૨૧ના રોજ એક્ટિવ કેસોની સંખ્યા ૯,૬૬૩ થઇ ગઇ. ૧૭મી ફેબ્રુઆરીએ ગુજરાતમાં માત્ર ૧૭૦૩ એક્ટિવ કેસો હતા અને આ કોરોનાના પીક બાદ સૌથી મોટો ઘટાડો હતો. જાેકે, ૨૧ અને ૨૮ ફેબ્રુઆરીએ સ્થાનિક ચૂંટણીઓ યોજાઇ. મોટી સંખ્યામાં ચૂંટણી સભાઓ યોજાતા ફરી કેસોમાં ઉછાળો આવ્યો. ૧૬મી માર્ચના રોજ ગુજરાતમાં દૈનિક ૯૫૪ કેસો નોંધાયા અને એક્ટિવ કેસોની કુલ સંખ્યા વધીને ૪,૯૬૬ થઇ ગઇ. આનો અર્થ એ થયો કે, એક મહિનામાં એક્ટિવ કેસોમાં ત્રણ વખત વધારો થયો. મોટાભાગના કેસો સુરત, અમદાવાદ અને વડોદરામાંથી આવ્યા. ચૂંટણી રેલીઓ ઉપરાંત અને નવા બનેલા નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં મોટી સંખ્યામાં પ્રેક્ષકોની હાજરીથી લોકોએ માસ્ક પહેરવા અને સોશ્યલ ડિસ્ટન્સ રાખવાની ગાઇડલાઇનને સંપૂર્ણપણે અવગણી હતી. ૨૩મી ફેબ્રુઆરીએ જ્યારે ગુજરાત મ્યુનિસિપલ ચૂંટણીના પરિણામો જાહેર થયા ત્યારે એક્ટિવ કેસોની સંખ્યા ૬૯ હતી જે હવે વધીને ૨૪૧ થઇ છે અને આમ તેમાં ૨૫૦ ટકાનો વધારો થયો છે. રાજ્ય સરકારે આનાથી રાત્રી કરફ્યુ રાતે ૧૨થી ૬ સુધીનો કર્યો અને બાદમાં તેનો સમય વધારીને રાતે ૧૦થી સવારના છ સુધી કર્યો. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને બાદમાં સમગ્ર શહેરના પાર્કોના દરવાજા બંધ કરવાનો નિર્ણય લીધો. લોકોની ભીડ એકઠી ના થાય તે માટે વધુ આદેશો અપાયા અને પોલીસને નિયમોના ભંગ બદલ આકરી કાર્યવાહી કરવાનો આદેશ અપાયો હતો.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews