આગામી ૨૬ માર્ચે સંયુક્ત કિસાન મોર્ચા દ્વારા ભારત બંધનું એલાન

0

કૃષિ કાયદાઓનો વિરોધ કરી રહેલા ખેડૂતો આંદોલન વધુ તીવ્ર બનાવવાની તૈયારી કરી રહ્યા છે. ખેડૂતો ૨૬ માર્ચે ભારત બંધ કરશે. દરમ્યાન, ખેડૂતો કૃષિ કાયદાને આગ ચંપી પણ કરશે. ખેડૂત નેતાઓએ ૨૬ માર્ચે તેમના સંપૂર્ણ ભારત બંધની જાહેરાત પૂર્વે કહ્યું હતું કે, તેઓ નવા કૃષિ કાયદાઓ વિરૂદ્ધ આંદોલનને વધુ તીવ્ર બનાવવાની તૈયારી કરી રહ્યા છે. ૨૬ માર્ચે ખેડૂત આંદોલનના ચાર માસ પૂરા થયાના પ્રસંગે દેશવ્યાપી બંધના આહ્‌વાન દરમ્યાન પણ દુકાનો અને અન્ય ધંધા ૧૨ કલાક બંધ રહેશે. આ પછી, હોલિકા દહન કરાશે જેમાં ૨૮ માર્ચે કેન્દ્રના ત્રણ નવા કૃષિ કાયદાની નકલો સફ્રગાવવામાં આવશે. ગંગાનગર કિસાન સમિતિના રણજીત રાજુએ જણાવ્યું હતું કે, બંધ સવારે છ વાગ્યે શરૂ થશે અને સાંજના છ વાગ્યા સુધી ચાલશે, જે દરમિયાન તમામ દુકાનો અને ડેરીઓ અને બધુ બંધ રહેશે. હોલિકામાં કૃષિ કાયદાની નકલો સળગાવવામાં આવશે અને આશા છે કે, સરકારને તેનાથી સારી સમજ મળશે અને તે આ કાયદાઓને રદ્દ કરશે અને એમએસપી (ન્યૂનતમ ટેકાના ભાવ) માટેની લેખિત બાંયધરી આપશે. તમામ કાર્યકરો અને પરિવહન સંગઠનો, વિદ્યાર્થીઓ, યુવાનો અને મહિલા સંગઠનોએ બંધને ટેકો આપ્યો છે. અન્ય એક ખેડૂત નેતા પુરષોત્તમ શર્માએ કહ્યું હતું કે, અમે રાજ્ય કક્ષાએ પણ આવી બેઠકો યોજવાનો પ્રયાસ કરી રહ્યા છીએ જેથી બંધનું પાલન દરેક જગ્યાએ કરવામાં આવે. અખિલ ભારતીય કિસાન સભાના નેતા કૃષ્ણા પ્રસાદે કહ્યું કે, ૧૧૨ દિવસ સુધી સતત આંદોલન કરવું એ એક સિદ્ધિ છે અને હવેથી તે વધુ મજબૂત બનશે. પ્રસાદે કહ્યું ન તો તમે કે અમે વિચાર્યું હતું કે, અમે આ કરી શકીશું અને લોકોએ દર્શાવ્યું છે કે, તેઓ અમારૂં સમર્થન કરી રહ્યા છે.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews