ઓક્ટોબરથી ૧૫ વર્ષ જૂની આરસી રિન્યુની ફીમાં ધરખમ વધારો કરી દેવાયો : કાર રૂા. ૫૦૦૦, બાઈક ૧૦૦૦, બસ-ટ્રક માટે ૧૨,૫૦૦ ચૂકવવા પડશે, લેઈટ ફી દર દિવસની ૫૦ વસૂલાશે

0

જાે તમારી પાસે ૧૫ વર્ષ જૂની કાર અથવા અન્ય કોઈ વાહન છે, તો તમારે ઓક્ટોબરથી આવા વાહનોની આરસી રિન્યૂ કરાવવા માટે મોટી રકમ ચૂકવવી પડશે. આ વધારાને લઈને માર્ગ અને પરિવહન મંત્રાલયે એક ડ્રાફ્ટ નોટિફિકેશન બહાર પાડ્યું છે. કારના આરસી રિન્યૂ માટે તમારે ૫૦૦૦ રૂપિયા ચૂકવવા પડશે. તેમજ બાઇક માટે તમારે વર્તમાન ૩૦૦ રૂપિયાને બદલે ૧૦૦૦ રૂપિયા ચૂકવવા પડશે. સૌથી વધુ અસર બસ અને ટ્રક ઓપરેટરોને થશે. ૧૫ વર્ષની જૂની બસ અથવા ટ્રક માટે આરસી રિન્યૂ કરીને મેળવવાનું તેમના માટે ૨૧ ગણા વધુ ખર્ચાળ હશે. હવે આ માટે તેમને ૧૨,૫૦૦ રૂપિયા ચુકવવા પડશે. આ ફેરફારો જૂના વાહનો માટેની સ્ક્રેપિંગ નીતિ હેઠફ્ર કરવામાં આવી રહ્યા છે. આ દરખાસ્ત મુજબ વાહનના રજિસ્ટ્રેશન રિન્યૂઅલમાં વિલંબ થવાને કારણે દર મહિને ૩૦૦ થી ૫૦૦ રૂપિયા દંડ ભરવો પડશે. બીજી તરફ કોમર્શીયલ વાહનોનું ફિટેનસ સર્ટીફિર્કે મેળવવામાં વિલંબ થતાં, દરરોજ ૫૦ રૂપિયા દંડ થશે. મોટરસાયકલ માટે રજિસ્ટ્રેશન ફી ૩૦૦ રૂપિયા અને રિન્યુઅલ ફી ૧૦૦૦ રૂપિયા રાખવામાં આવી છે. એ જ રીતે, થ્રી વ્હીલર્સ માટે રજિસ્ટ્રેશન ફી ૬૦૦ રૂપિયા અને રિન્યૂઅલ દર ૨૫૦૦ રૂપિયા છે. જ્યારે કારની રજિસ્ટ્રેશન ફી ૬૦૦ રૂપિયા છે અને તેની રિન્યૂઅલ ફી ૫૦૦૦ રૂપિયા હશે. તેવી જ રીતે, આયાતી વાહનો બસ અને ટ્રકની રજિસ્ટ્રેશન માટેની ફી ૫૦૦૦ રૂપિયા છે અને તેના રિન્યૂઅલ માટેની ફી ૪૦૦૦૦ રૂપિયા રાખવાની દરખાસ્ત કરવામાં આવી છે.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!