બિલખામાં કોરોનાની રસી લીધેલ વ્યકિતને કોરોના થતા લોકોમાં ફફડાટની લાગણી

0

છેલ્લા ઘણા સમયથી ભારત સરકાર દ્વારા કોરોનાની રસીની શોધને લઈને મસમોટી જાહેરાતો કરવામાં આવી હતી. પરંતુ આ રસી લીધેલ વ્યકિતઓને પણ કોરોના થતા હોય સરકારની જાહેરાતો માત્ર હબંગ અને ડીંડક હોય એવું જણાય છે. તેમ બિલખાના લોકો જાહેરમાં બોલી રહયા છે. તાજેતરમાં બિલખાનાં એક નામાંકિત તબીબે કોરોનાની રસીનો પ્રથમ ડોઝ લીધો હોવા છતાં કોરોના થતા લોકોમાં ભયની લાગણી ફેલાઈ ગયેલ છે. લોકોમાં સરકાર પ્રત્યે જે વિશ્વાસ હોય તે તુટતો જણાય રહ્યો છે. જાે ખરેખર આ રસી કારગર નથી તો સરકારે ઢોલ નગારા વગાડીને જાહેરાતો કરી લોકોને ગુમરાહ કરવાનું કામ કરેલ છે. હવે તો રસી આવી ગયેલ છે એવું માનીને લોકોને લાપરવાહ બનાવવાનો ગંભીર ગુનો સરકાર દ્વારા આચરવામાં આવ્યો છે.
જાે આવા વધુ કેસો સામે આવશે તો બિલખાનાં યુવા સરપંચ મહેન્દ્ર નાગ્રેચા દ્વારા સરકાર સામે લોકોને કોરોના સામે ગુમરાહ અને લાપરવાહ કરવા જેવો ગંભીર ગુનો કરવા બાબતની હાઈકોર્ટમાં પીટીશન કોર્ટમાં દાખલ કરવામાં આવશે એમ એક અખબારી યાદીમાં જણાવેલ છે.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!