નલ સે જલ યોજના ડીંડક, પ્રજાનાં ઘરસુધી પાણી પહોંચતું નથી : મંજુલાબેન

0

જૂનાગઢ મહાનગરપાલિકામાં ગઈકાલે જનરલ બોર્ડ અને બાદમાં બજેટ બોર્ડ મળ્યું હતું. જાેકે જનરલ બોર્ડમાં વોર્ડ નંબર ૪નાં કોંગ્રેસી મહિલા કોર્પોરેટર મંજુલાબેન પરસાણાએ હંગામો કર્યો હતો. નલ સે જલ યોજનાની મુદ્દત વધારવા મુદ્દે થયેલી ચર્ચા બાદ મંજુલાબેન પરસાણાએ જણાવ્યું હતું કે, શાસકો હજુ સુધી જનતાને શુધ્ધ પાણી વિતરણ કરી શકતા નથી, ખોટી મુદ્દત વધારવામાં આવે છે. આ બાબતે રજૂઆત કરી પરંતુ તેને ધ્યાને ન લેતા મંજુલાબેન પરસાણાએ ભારે હંગામો મચાવ્યો હતો. બાદમાં ભાજપનાં કોર્પોરેટરો અને મંજુલાબેન પરસાણા વચ્ચે ભારે તું તું મેં મેં થઈ હતી. આખરે ભાજપનાં સભ્યોએ જનરલ બોર્ડ સ્થગિત કરવા અને મંજુલાબેનને સસ્પેન્ડ કરી બહાર કાઢવા માંગ કરી હતી. બાદમાં મહિલા પોલીસે આવી મંજુલાબેન પરસાણાને બોર્ડની બહાર કાઢયા હતા. જાેકે મંજુલાબેનને લો બીપી થઈ જતા હોસ્પિટલે દાખલ કર્યા હતા. મંજુલાબેનને બહાર કાઢયા બાદ જનરલ બોર્ડની કાર્યવાહી ફરી શરૂ કરાઈ હતી. દરમ્યાન ભાજપનાં વોર્ડ નંબર ૭નાં કોર્પોરેટર સંજયભાઈ કોરડીયાએ કેટલા કાયદેસર અને કેટલા ગેરકાયદેસર નળ કનેકશન છે તેની વિગત અધિકારી પાસે માંગ હતી. જેમાં અપાયેલી આંકડાકીય વિગતો શંકાસ્પદ હોય સંજયભાઈ કોરડીયાએ જણાવ્યું હતું કે, ખરેખર કેટલા ગેરકાયદેસર કનેકશન છે ? આતો સરકારે નલ સે જલની યોજના બહાર પાડી ત્યારે ખબર પડી બાકી બધું પાયા વગરનું જ ચાલે છે. દરમ્યાન વિપક્ષી નેતા અદ્રેમાનભાઈ પંજાએ પણ જીઈએમ દ્વારા થતી ખરીદીમાં ભ્રષ્ટાચાર કરાતો હોવાનો આક્ષેપ કર્યો હતો. તાજેતરમાં ખરીદાયેલી ર એમ્બ્યુલન્સ અને ૧ શબવાહિનીમાં પણ વધુ રકમ ચૂકવી ભ્રષ્ટાચાર કરાયાનું જણાવી હવે થનાર સફાઈ માટેનાં સાધનોની ખરીદીમાં ભ્રષ્ટાચાર ન થાય તે માટે જાેવા તાકીદ કરી હતી. જાેકે સામે પક્ષે વાહન વ્યવહાર અધિકારી અતુલ મકવાણાએ કંપનીનાં ભાવ રૂા.૧પ,૬૦,૦૦૦ની સામે જીઈએમ દ્વારા રૂા.૧૪,રર,૦૦૦માં વાહનોની ખરીદી કરાયાનું જણાવ્યું હતું. દરમ્યાન મંજુલાબેન પરસાણને બોર્ડની બહાર કાઢયાની જાણ થતા જૂનાગઢ શહેર કોંગ્રેસ પ્રમુખ અમિત પટેલ બોર્ડમાં રજૂઆત કરવા ધસી આવતા બોર્ડમાં ફરી હંગામો થયો હતો. બાદમાં અમિત પટેલને બહાર કાઢવામાં આવ્યા હતા. દરમ્યાન આ મામલે કમિશ્નરને રજૂઆત કરવા અમિત પટેલ અને ધર્મેશ પરમાર દોડી ગયા હતા પરંતુ કમિશ્નર ગાડીમાં બેસી જતા અમિત પટેલ અને ધર્મેશ પરમાર કમિશ્નરની ગાડી આગળ બેસી ગયા હતા અને ગાડી પકડી રાખી રોકવા પ્રયાસ કર્યો હતો. જાેકે બાદમાં કમિશ્નરની સૂચનાથી પોલીસે બંનેને રસ્તા ઉપરથી ઉપાડી લીધા હતા અને કમિશ્નરની ગાડી સડસડાટ પસાર થઈ ગઈ હતી. જનરલ બોર્ડ બાદ બજેટ બોર્ડ મળ્યું હતું. જેમાં રૂા.૩૮૪.૯૪ કરોડનું બજેટ બહુમતિનાં જાેરે પાસ કરી દેવાયું હતું. જાેકે વેરો ઘટાડવામાં ન આવતા કોંગ્રેસી કાર્યકરોએ બાદમાં મનપાનાં ગેઈટ પાસે જ બજેટની હોળી કરી હતી.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews