આજે વર્લ્ડ સ્પેરો ડે : ઘરમાં આવતા પ્રિય ચંચળ પક્ષી ચકલીને શોધે છે સૌની આંખો

0

રાષ્ટ્રીય પક્ષી ભલે સુંદર અને નયનરમ્ય મોર છે પરંતુ ઘરના આંગણે ચકલીની ચીં… ચીં…. સૌના મન મોહી લે છે. ખાસ કરીને ગ્રામ્ય વિસ્તારોમાં દેખા દેતી ચકલી શહેરી વિસ્તારોમાં તો સાવ દુર્લભ બની ગઈ છે. ગ્રામ્ય પંથકમાં પણ હવે ચકલીની ઘટતી જતી સંખ્યા ચિંતાજનક બની રહી છે. સાવ નિરૂપદ્રવી, નિર્દોષ તથા જેને જાેઈને આંખોને ઠંડક સાથે હેત ઉભરાય તેવી નાની એવી ચકલી એક સમયે ઘરના આંગણાની શોભા હતી. પરંતુ છેલ્લા વર્ષોમાં ઘટતી જતી ચકલીની સંખ્યાએ ખાસ કરીને પક્ષીપ્રેમીઓ તથા પર્યાવરણવિદોમાં ચિંતાની લાગણી પ્રસરી છે. હાલની પરિસ્થિતિમાં આમ જનતા સાથે સરકાર દ્વારા પણ ચકલીની પ્રજાતિ સાવ લુપ્ત ન થઈ જાય તેવા ભય સાથે ચકલીની વસ્તી વધે તે માટે સૌ કોઈ દ્વારા સહિયારા પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. ખાસ કરીને બાળકોની પ્રિય એવી ‘ચકીબેન’ કવિતાઓ તથા રાઈમ્સમાં પણ ચકલીને માણી, બાળકો આનંદની અનુભૂતિ કરે છે.
આ મુદ્દે હાલના સમયમાં જાગૃત બનેલા લોકો તથા પક્ષી પ્રેમીઓ અને સમાજસેવકો ચકલીની પ્રજાતિ લુપ્ત ન થઈ જાય અને ચકલીની વસ્તીમાં વધારો થાય તે હેતુથી ઘેર-ઘેર ચકલીના માળાઓનું વિતરણ તથા પક્ષીઓ માટે પાણીના કુંડા વિગેરે મૂકી અને આ મહત્વની દિશામાં પગલાં ભરી રહ્યા છે. નવજાત ચકલીઓ ખૂબ જ નાજુક અને કમજાેર હોય છે. તેની પાંખો તેના શરીર કરતાં મોટી હોય છે. તેને માળો બનાવતા આવડતું નથી. આથી જાે આગામી વર્ષોમાં ચકલીની હયાતી નિહાળવી હોય તો ચકલીને બચાવવી અનિવાર્ય છે માટે નાની- નિર્દોષ ચકલી માટે કંઈક કરવા આપણે પણ આજે ‘વર્લ્ડ સ્પેરો ડે’ નિમિત્તે નિશ્ચય કરીએ.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!