જૂનાગઢ સહિત સોરઠ અને સૌરાષ્ટ્રમાં એકતરફ હુતાસણી અને ધુળેટીનું પર્વ નજીક આવી રહેલ છે. ચૈત્ર માસ નજીક આવતો જાય છે અને ત્યાં જ સમગ્ર સોરઠમાં ઉનાળાનો પગપેસારો પણ શરૂ થઈ ચુકયો છે. સવારના સાડા સાત વાગ્યાથી જ લોકોને ગરમીનો અનુભવ થવા લાગે છે અને બપોર સુધીમાં આકરો તાપ વરસવો શરૂ થઈ જાય છે. દિવસ દરમ્યાન સખત ગરમીની વચ્ચે જનજીવન પ્રભાવીત રહે છે. સાંજનાં છ વાગ્યાથી પાછું પરિવર્તન થાય છે અને ગરમીમાં ઘટાડો થતાં લોકોને રાહત અને ઠંડક પહોંચે છે. જૂનાગઢ કૃષિ યુનિવર્સિટીના હવામાન વિભાગના ધિમંત વઘાસીયાના જણાવ્યા અનુસાર હાલ વેસ્ટર્ન ડિસ્ટબર્ન્સને કારણે ગરમીમાં રાહત રહે છે અને ર૩.૦૪ ડિગ્રી જેવું તાપમાન હાલ છે. પરંતુ એપ્રિલ માસની જ શરૂઆતમાં ઉનાળાનો આકરો તાપ અને આકરી ગરમીનો અનુભવ લોકોને થશે. અત્રે ઉલ્લેખનીય છે કે, છેલ્લા એક પખવાડીયા દરમ્યાન વહેલી સવારે ધાબડીયું વાતાવરણ તેમજ ધુમ્મસની ચાદર છવાઈ ગઈ હોય તેવું વાતાવરણ સર્જાતું હતું તેમજ ઠંડક પણ પ્રસરતી રહેતી હતી. આ સ્થિતિમાં ફેરફાર થયો છે અને વેસ્ટર્ન ડિસ્ટબર્ન્સની અસર વચ્ચે સવારે અને સાંજે થોડી રાહત અને બપોરમાં ગરમીનો અનુભવ લોકો કરી રહ્યા છે.
#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews