જૂનાગઢમાં વરલી મટકાના જુગાર અંગે બે સામે કાર્યવાહી

0

જૂનાગઢ ક્રાઈમ બ્રાન્ચના પોલીસ કોન્સ્ટેબલ દિપકભાઈ નાથાભાઈ અને સ્ટાફે વાંજાવાડચોક, પીપળા નજીકથી પંકજ ઉર્ફે લાલો બાઠીયો મનસુખભાઈ પંડયા તથા જીતુભાઈ ભીખુભાઈ ચુડાસમા ધોબીને વરલી મટકાના જુગાર અંગે કાર્યવાહી કરી છે જેમાં આરોપી નં. ૧ ગેરકાયદેસર રીતે વરલી મટકાના કલ્યાણ બજાર તથા મિલન બજારનાં આંક ફરકનો જુગાર રમાડી અને આરોપી નં. ર સાથે આંક ફરકના જુગાર અંગે કાર્યવાહી કરતો હોય અને લખાવતો હતો જે અંતર્ગત પંકજ ઉર્ફે લાલો બાઠીયોને રોકડ રૂા. ૧૩,૯૦૦, મોબાઈલ ફોન-ર વગેરે મળી કુલ રૂા. ૧પ,૯૦૦ના મુદ્દામાલ સાથે ઝડપી લઈ બે સામે કાર્યવાહી કરી છે.
વાલાસીમડી ગામે વરલી મટકાનો જુગાર અંગે દરોડો
જૂનાગઢ ક્રાઈમ બ્રાન્ચના પોલીસ કોન્સ્ટેબલ ભરતભાઈ ભીખુભાઈ અને સ્ટાફે રવજીભાઈ ઉર્ફે બટુક પોપટભાઈ ગોંડલીયા(ઉ.વ. ૭પ)ને વાલાસીમડી ગામેથી જાહેરમાં વરલી મટકાના જુગાર રમાડતા રૂા. ર,૯ર૦, મોબાઈલ ફોન સહિત રૂા. ૩,૪ર૦ના મુદ્દામાલ સાથે ઝડપી લઈ ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews