જૂનાગઢનાં માંગનાથ રોડ ઉપર રહેતા રસીલાબેન કાન્તીભાઈ લીંબાસીયા (ઉ.વ. ૭૦)એ કોઈપણ અગમ્ય કારણોસર એસિક પી જતાં તેમનું સારવાર દરમ્યાન મૃત્યુ થયું છે. જયારે અન્ય એક બનાવમાં વિસાવદરનાં કિશનભાઈ બટુકભાઈ ચૌહાણ એ કોઈપણ કારણોસર ઝેરી દવા પી લેતાં તેનું મૃત્યુ થતાં પોલીસે ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.
કેશોદ ઃ ડમ્પર હડફેટે મોત
માણાવદરનાં દિપકભાઈ વશરામભાઈ રાઠોડ (ઉ.વ. ર૩)એ ડમ્પર ટ્રક નં. જીજે ૧૩ -એ-ડબલ્યુ ૧૧૧પનાં ચાલક વિરૂધ્ધ નોંધાવેલી ફરિયાદમાં જણાવેલ છે કે, આરોપી ડમ્પરના ચાલકે પોતાનું ડમ્પર ફુલ ઝડપે ચલાવી અને કેશોદ ચારચોક નજીક ફરિયાદીના માતા બચીબેન વશરામભાઈ રાઠોડ (જાતે દેવીપુજક ઉ.વ. પર)ને હડફેટે લઈ ગંભીર ઈજા પહોંચાડતાં તેમનું મૃત્યુ થયું છે અને ડમ્પર ચાલક નાસી ગયાની ફરિયાદ નોંધાવતાં કેશોદ પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
બાંટવા ઃ જુગાર અંગે દરોડો
જૂનાગઢ ક્રાઈમ બ્રાન્ચના પોલીસ કોન્સ્ટેબલ સાહીલ હુસેનભાઈ અને સ્ટાફે બાંટવા ખાતે ઝાંપા વિસ્તાર નજીકથી નિલેશ ઉર્ફે કાનો નાનજીભાઈ ચિત્રોડાને વરલી મટકાના જુગાર રમાડતા રૂા. પ,૯૩૦ના મુદ્દામાલ સાથે ઝડપી લઈ તેમના વિરૂધ્ધ જુગારધારા હેઠળ કાર્યવાહી હાથ ધરી છે.
#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews