જૂનાગઢમાં દારૂની બોટલનાં પૈસા આપવાની ના પાડતાં હુમલો

0

જૂનાગઢમાં દારૂની બોટલના પૈસા આપવાની ના પાડતાં હુમલાનો બનાવ બન્યો છે. આ બનાવ અંગે ચાહત બકુલભાઈ ઝાલા (ઉ.વ. ર૪ રહે. જૂનાગઢ, દાતાર રોડ, પાંજરાપોળની દિવાલ પાછળ) એ વિજય ઉર્ફે લંગડો સોલંકી (રહે. પ્રદિપના ખાડીયામાં), સાગર મનુભાઈ ચૌહાણ, સાગરના પિતા મનુભાઈ ચૌહાણ (રહે. વાણંદ સોસાયટીવાળા) વિરૂધ્ધ એવી ફરિયાદ નોંધાવી છે કે, આરોપીઓએ ફરિયાદી પાસે દારૂની બોટલનાં પૈસા માંગતાં ફરિયાદીએ પૈસાની ના પાડતાં આરોપી નં. ૧ ના એ છરી વડે ઈજા પહોંચાડેલ છે. જયારે અન્ય આરોપીઓએ ઢીકાપાટુનો માર મારેલ તેમજ પ્રદિપ ધનજીભાઈ સોલંકી (રહે. પ્રદિપના ખાડીયાવાળા)એ પ્લાસ્ટીકના પાઈપ વડે માર માર્યો હોવાની પોલીસ ફરિયાદ નોંધાવતાં પોલીસે આરોપી વિરૂધ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews