ફાગણ અને ચૈત્ર માસ દરમ્યાન ૧ર માસનો મસાલો ગૃહિણીઓ એકઠો કરી લેતી હોય છે. આ દિવસો દરમ્યાન બજારમાં જુદા જુદા મસાલા એટલે કે, ધાણાજીરૂ, મુળા હળદર, મરચું, જીરૂ, હિંગ, રાઈ તેમજ અન્ય મરી મસાલા બનાવવાનો સમયગાળો હોય જેને લઈને મસાલા બજારમાં તેજીનો દોર શરૂ થતો હોય છે. જૂનાગઢ સહિત સૌરાષ્ટ્રભરમાં મસાલા બજાર ઠેકઠેકાણે શરૂ થઈ ગઈ છે અને ગૃહિણીઓ યથા શકિત પ્રમાણે ખરીદી કરી રહયા છે. જૂનાગઢ શહેરમાં પણ દર વર્ષે મરચાની બજાર ભરાય છે ત્યારે આ વર્ષે પણ સક્કરબાગ -ઝુ સામે આવેલ કેપ્ટન સતિષચંદ્ર વિરડા તથા કાળુભાઈ સુખવાણીની વાડીમાં મરચા બજાર શરૂ થઈ ગયું છે અને મોટી સંખ્યામાં લોકો મસાલાની ખરીદી કરી રહયા છે. આ મરચા બજારમાં રપ થી વધુ સ્ટોલ નાખવામાં આવ્યા છે. મરચાની જુદી જુદી જાતનાં જુદા જુદા ભાવ રહેલા છે તેમાં રેશમ પટ્ટો રૂા. ૧પ૦-રપ૦, લવીંગીયા મરચા રૂા. ૧પ૦-ર૦૦, કાશ્મીરી મરચા રૂા. રપ૦-૪૦૦નો ભાવ ચાલી રહયો છે. ગત વર્ષ કરતા પ્રતિકિલો ઉપર ૭૦ થી ૧૦૦ રૂપિયા જેટલો વધારો થયો છે. દરમ્યાન વેપારીનાં જણાવ્યા અનુસાર મરચાનાં ભાવ હજુ પણ વધે તેવી શકયતાઓ છે.
જૂનાગઢ શહેરમાં ગરમ મસાલા માર્કેટ તેજીમાં
ગત વર્ષ આખું કોરોના કાળમાં રહયું હોય અને દરેક ક્ષેત્રમાં મંદીની અસર હતી આ વર્ષે પણ કોરોનાનાં સંક્રમણ છે અને જાેઈતી સાવચેતી રાખવામાં આવી રહી છે. સાવચેતી રાખતા લોકો વર્ષ દરમ્યાનનો અનાજ પુરવઠો તેમજ મરી-મસાલા પણ ખરીદી કરી રહયા છે. ગૃહિણીઓ પોતાનાં બજેટ અનુસાર મસાલાની ખરીદી કરી રહયા છે. ઠેક ઠેકાણે ગરમ મસાલાની દુકાનોએ ગ્રાહકો જાેવા મળે છે. મસાલાને પીસવા માટેનાં ઘાણાની મીલો ધમધમી રહી છે. દરમ્યાન બજારમાં તૈયાર મસાલા ઉપયોગી બન્યા છે તેના ભાવો જાેઈએ તો ધાણાજીરૂ ૧ કિલોનાં રૂા. રર૦, મુળા હળદર રૂા. ર૪૦, જીરૂ રૂા. ર૩૦, કાશ્મીરી મરચુ રૂા.પર૦, રાઈ રૂા. ૯૦ અને રેશમ પટ્ટો રૂા.૩૪૦ જેવા ભાવો છે. આ મસાલા તૈયાર મસાલા છે જેની ખરીદી મોટાભાગે બારેમાસ ભરવા માટે લોકો કરી રહયા છે.
#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews