આંતર રાજય ઘરફોડ ગેંગનાં પાંચેય આરોપીઓ ત્રણ દિવસનાં રીમાન્ડ ઉપર, પુછપરછ

0

જૂનાગઢ શહેરના સરગવાડાના પાટિયા પાસે સાગર સેલ્સ એજન્સીના નામે પાન, બીડી, સિગારેટની હોલસેલ દુકાનમાં કુલ રૂા. ૯,૭૦,૦૦૦/-ની ઘરફોડ ચોરીના ગુન્હામાં આંતર રાજ્ય પરપ્રાંતીય ઘરફોડ ચોરી કરતા પાંચ આરોપીઓની ગેંગની ધરપકડ કરવામાં આવેલ છે. જૂનાગઢ રેન્જના ડીઆઈજી મનિન્દર પ્રતાપ સિંહ પવાર તથા જૂનાગઢ જિલ્લા પોલીસ વડા રવિ તેજા વાસમ શેટ્ટી દ્વારા જૂનાગઢ શહેરના સરગવાડા ખાતે થયેલ આશરે ૧૦ લાખ રૂપિયાની ઘરફોડ ચોરીના ગુન્હામાં પકડાયેલ આરોપીઓની સઘન તપાસ કરી, ગુન્હાના મૂળ સુધી પહોંચવા માટે, જૂનાગઢ ડિવિઝનના ડીવાયએસપી પ્રદિપસિંહ જાડેજાના માર્ગદર્શન હેઠળ સ્થાનિક તાલુકા પોલીસ સ્ટેશનના પીએસઆઈ એસ.એન.સગારકા, ક્રાઇમ બ્રાન્ચના પીઆઈ એચ.આઇ.ભાટી, પીએસઆઈ ડી.જી. બડવા તથા ક્રાઈમ બ્રાન્ચ જૂનાગઢના માણસો તથા ટેકનીકલ સેલના પીએસઆઈ પી.એચ. મશરૂ તથા ચુનંદા સ્ટાફની જુદી જુદી ચાર ટીમો બનાવી, ધરપકડ કરવામાં આવેલ આંતર રાજ્ય પરપ્રાંતીય ઘરફોડ ચોરી કરતા પાંચ આરોપીઓની ગેંગની જૂનાગઢ પોલીસની પૂછપરછમાં પકડાયેલ આરોપીઓ પૈકી આરોપી (૧) મહાવીરસિંહ જાેહરસિંહ રાઠોડ (ઉ.વ.૩૩) રહે. કાશીમીરાં ગામ, મીરા રોડ, ઝૂમખાં ભાખરી વિસ્તાર, મુંબઇ મહારાષ્ટ્ર મૂળ રહે. દેસુરી રાને, જી.પાલી રાજસ્થાન ભૂતકાળમાં ૨૦૧૩ની સાલમાં મુંબઈ મહારાષ્ટ્ર રાજ્યના ડીંડોળી પોલીસ સ્ટેશન, કાંદીવલી પોલીસ સ્ટેશન, ભાંડુપ પોલીસ સ્ટેશન તેમજ નાલાસોપારા પોલીસ સ્ટેશન ખાતે ઘરફોડ ચોરીઓના પાંચ જેટલા ગુન્હાઓમાં પકડાયેલ છે. આરોપી (૨) ધર્મેશ ઉર્ફે ધર્મો જયસુખભાઈ સિરિયા (ઉ.વ.૨૩) રહે. પ્રમુખ છાયા સોસાયટી, સરથાણા, સુરત મૂળ રહે.કેરાલા ગામ તા.ધારી જી.અમરેલી અમદાવાદ શહેરના એલિસબ્રિજ, સેટેલાઇટ, નવરંગપુરા, પાલડી પોલીસ સ્ટેશનમાં તેમજ સુરત શહેરના સલાબતપુરા, વરાછા પોલોસ સ્ટેશન તથા ખેડા જિલ્લાના વાસદ પોલીસ સ્ટેશન ઉપરાંત મુંબઇ મહારાષ્ટ્ર રાજ્યના થાણા, કુલીનજી, નવઘર સહિતના પોલીસ સ્ટેશન ખાતે ઘરફોડ ચોરીના પંદર જેટલા ઘરફોડ ચોરીના ગુન્હાઓમાં પકડાયેલ છે. આરોપી (૩) જગદીશ તુલસીરામ ચૌધરી (ઉ.વ.૨૫) રહે. રબારી કોલોની, નારોલ, અમદાવાદ મૂળ રહે. એલઆઇસી ઓફીસ સામે, જાવરા, જી.રતલામ મધ્યપ્રદેશ અમદાવાદ રેલવે પોલીસ સ્ટેશન ખાતે ચોરીના ત્રણ ગુન્હાઓમાં પકડાયેલ છે. આમ, પકડાયેલ આરોપીઓ પૈકી ત્રણ આરોપીઓ ઘરફોડ ચોરી અને ચોરીઓના ગુન્હાઓમાં પકડાયેલ રીઢા આંતર રાજ્ય પરપ્રાંતીય ગુન્હેગારો છે.
પકડાયેલ આરોપીઓ માલવાહક વાહન લઈને ગુગલ મેપમાં સર્ચ કરીને શહેર વિસ્તારમાં આવેલ પાન, બીડી, તમાકુ, સિગારેટના ગોડાઉન શોધી કાઢી, ગોડાઉનમાં તાળા તોડી, લાખો રૂપિયાનો માલ ચોરી કરવાની મોડ્‌સ ઓપરેન્ડીસથી ગુન્હાઓ આચરતા હોવાનું જણાય આવેલ છે. પકડાયેલ આરોપીઓની પૂછપરછ કરવામાં આવતા, આ ગુન્હામાં પકડાયેલ આરોપી ધર્મેશ ઉર્ફે ધર્મો જયસુખભાઈ સિરિયા મુખ્ય સૂત્રધાર છે, હાલમાં મહારાષ્ટ્ર રાજ્યમાં લોકડાઉન ચાલું હોય, તમાકુ બીડી, સિગારેટની ખૂબ જ તંગી હોય, આ જ મોડ્‌સ ઓપરેન્ડીથી તાજેતરમાં મોરબી, સુરત અને જૂનાગઢ ખાતે ગુન્હાઓ કરેલાની કબૂલાત આરોપીઓ દ્વારા જૂનાગઢ પોલીસ સમક્ષ કરવામાં આવેલ છે. આ ઉપરાંત તેઓ દ્વારા કરવામાં આવતી ઘરફોડ ચોરીનો મુદ્દામાલ સુરત ખાતે નરેશ મનજીભાઈ લાડુમલ આહીર જે મૂળ રાજુલા, અમરેલીનો રહેવાસી છે અને હાલ સુરત બરોડા પ્રેસ્ટીજને આપતા હોવાની અને આ નરેશ આહીર દ્વારા જ કઈ જગ્યાએ કયું ગોડાઉન તોડવું તેવું જણાવવામાં આવતું હોવાની કબૂલાત કરવામાં આવેલ છે.
દરમ્યાન આંતરરાજય ઘરફોડ ગેંગનાં પાંચેય આરોપીઓની ધરપકડ કરી અને રીમાન્ડની માંગણી સાથે અદાલતમાં રજુ કરતા ત્રણ દિવસનાં રીમાન્ડ મંજુર થયા હોવાનું જાણવા મળે છે.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!