જૂનાગઢ શહેરમાં ગેરકાયદેસર બાંધકામ કરનારાઓ સામે મહાનગરપાલિકા દ્વારા નોટીસો ફાટકારવામાં આવે છે પરંતુ ત્યારબાદ આગળની કોઈ કાર્યવાહી થતી ન હોવાની અનેક ફરિયાદો ઉઠવા પામી છે. જૂનાગઢ શહેરમાં ગેરકાયદેસર બાંધકામોને લઇને અનેક વખત રજૂઆતો થતા દબાણ શાખા દ્વારા નિયમાનુસાર કાર્યવાહી કરવામાં આવી રહી છે. આ અંગે મહાનગરપાલિકાના દબાણ અધિકારી ભરતભાઇ ડોડીયાએ જણાવ્યું હતું કે, શહેરમાં અનેક બાંધકામો ગેરકાયદેસર રીતે થયા હોવાની લોકોની અરજીઓ આવી હતી. આ અરજીના સંદર્ભે તપાસ કર્યા બાદ ટાઉન પ્લાનિંગ ઓફિસર દ્વારા ૨૬૦(૨)ની નોટીસો ફટકારવામાં આવી હતી. જૂનાગઢમાં આવા ૬૦ થી વધુ આસામીને ગેરકાયદેસર બાંધકામો દૂર કરવા ૨૬૦ (૨)ની નોટીસો અપાઇ છે. આમાં કેટલાક બાંધકામોમાં કાર્યવાહી કરવામાં આવી છે. જ્યારે કેટલા બાંધકામોમાં કોર્ટ મેટર ચાલું હોય કોર્ટના ચૂકાદા બાદ કાર્યવાહી કરવામાં આવશે. ખાસ કરીને આખું બિલ્ડીંગ કે સમગ્ર સ્ટ્રકચર ગેરકાયદેસર થયું હોય તેવું નથી. પરંતુ થોડું ઘણું અનઅધિકૃત રીતે બાંધકામ થયું હોય, મંજૂરી કરતા વધારાનું બાંધકામ થયું હોય, મંજૂરી વિરૂદ્ધનું બાંધકામ થયું હોય તેવા બાંધકામનો સમાવેશ થાય છે. જયારે કેટલાક કિસ્સામાં આડોશ પાડોશના ઝઘડાના કારણે પણ અરજી કરાઇ હોવાનું જાણવા મળ્યું હતું જેમાં મામુલી દબાણ થયું હતું જેને પણ દૂર કરવામાં આવેલ છે. ટૂંકમાં તમામ ગેરકાયદેસર બાંધકામો સામે નિયમાનુસાર કાર્યવાહી કરવામાં આવી રહી છે.
#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews