કોરોના વાયરસ માટે ખુબ જ ઉપયોગી ૧૦ વર્ષ સુધીના બાળકોમાં મજબૂત એન્ટિબોડી હોય છે

0

દેશમાં કોરોના સંક્રમણ સતત વધી રહ્યું છે. ત્યારે કોવિડ-૧૯ રિસર્ચમાં કેટલીક મહત્વની બાબતો જાણવા મળી છે. રિસર્ચ અનુસાર ૧૦ વર્ષ કે તેથી ઓછી ઉંમરના બાળકોમાં અધિક એન્ટીબોડીનું નિર્માણ થાય છે. બાળકોમાં કિશોરો તથા પુખ્તવયની સરખામણીમાં એન્ટીબોડીનું સ્તર અધિક રહે છે, જે રોગ સામે લડવાની પ્રતિકારક ક્ષમતા વધારે છે. એક ન્યુઝપેપર અનુસાર બાળકોને પુખ્તવયના લોકોની તુલનામાં કોવિડ-૧૯ની શા માટે ઓછી અસર થાય છે. આ વિષય અંગે હજુ પણ રિસર્ચ કરવામાં આવી રહ્યું છે, જેની પાછળ અનેક કારણો માનવામાં આવી રહ્યા છે. વેલ કોર્નેલ મેડિસિનના સંશોધકોના નેતૃત્વમાં એક ટીમ દ્વારા ન્યુયોર્કમાં આ સંશોધન કરવામાં આવ્યું છે. જેમાં એપ્રિલ અને ઓગસ્ટ ૨૦૨૦ દરમિયાન ૩૨ હજાર લોકોમાં એન્ટીબોડીની તપાસ કરવામાં આવી હતી. જે અંતર્ગત ૧,૨૦૦ બાળકોમાં ૧૭ ટકા અને ૩૦,૦૦૦ વયસ્કોમાં ૧૯ ટકા જૂનું ઈંફેક્શન જાેવા મળ્યું હતું. તેમજ ૮૫ બાળકો અને ૩,૬૪૮ વયસ્ક જેઓ કોરોના પોઝિટિવ હતા તેમના પર પણ રિસર્ચ કરવામાં આવ્યું હતું, જેમાં કોરોનાગ્રસ્ત લોકોમાં ઈમ્યુનોગ્લોબલિન એસ એન્ટીબોડીની તપાસ કરાઈ હતી. ૧થી ૧૦ વર્ષના ૩૨ બાળકોમાં ૧૯થી ૨૪ વર્ષના ૧૨૭ યુવાઓ કરતા અધિક આઈજીજે સ્તર જાેવા મળ્યું છે. ત્યાર બાદ ૧થી ૨૬ વર્ષના કોરોના પોઝિટીવ પેશન્ટ ઉપર રિસર્ચ કરાયું હતું, જેમાં ૧થી ૧૦ વર્ષના બાળકોમાં ૧૧થી ૧૮ વર્ષના કિશોરો કરતા બમણું આઈજીજે એન્ટીબોડી સ્તર જાેવા મળ્યું છે. રિસર્ચમાં જણાવાયું છે કે, આ રિસર્ચ સાબિત કરે છે કે, ૧થી ૧૦ વર્ષના બાળકોમાં એન્ટીબોડીનું સ્તર અધિક જાેવા મળે છે. વયસ્ક કરતા બાળકોમાં એન્ટીબોડીનું સ્તર અધિક હોવાના કારણે બાળકો મજબૂત પ્રતિકારક ક્ષમતાથી કોવિડ-૧૯ સામે લડવા માટે સક્ષમ છે. વધુ એક રિસર્ચમાં પણ જાણવા મળ્યું છે કે, બાળકોમાં રોગપ્રતિકારક શક્તિ વધુ જાેવા મળે છે. ઓસ્ટ્રેલિયામાં કરવામાં આવેલા રિસર્ચ અનુસાર બાળકોમાં ઈનેટ રોગપ્રતિકારક શક્તિ વધુ સક્ષમ હોય છે. જે સંક્રમણ જાેવા મળતા જ સંક્રમણને દૂર કરવા માટે સહાય કરે છે તથા અન્ય જાણકારી અનુસાર બાળકોના શ્વસનતંત્રમાં એસીઈ૨ નામક ઓછા રિસેપ્ટર્સ જાેવા મળે છે, કોરોનાવાયરસ આપણા શરીરમાં પ્રવેશ મેળવવા માટે તેનો ઉપયોગ કરે છે. કોવિડ-૧૯ મહામારીને લઈને એક અન્ય રિસર્ચમાં ખૂબ જ હેરાન કરતી માહિતી સામે આવી છે. જેમાં જણાવાયું છે કે, યુવાવર્ગમાં એન્ટીબોડીનું સ્તર ઓછું જાેવા મળે છે, જે તેની ઉંમર વધતા તેમાં એન્ટીબોડીનું સ્તર પણ વધ્યું છે.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews