જામનગરનાં વિપ્ર એડવોકેટની હત્યાના આરોપીને લેવાતા ખંભાળિયા બ્રહ્મ સમાજ દ્વારા પોલીસને અભિનંદન પાઠવાયા

0

જામનગરના વિપ્ર એડવોકેટ કિરીટભાઈ જાેશીની થોડા સમય પૂર્વે શહેરના ધમધમતા વિસ્તારમાં સરાજાહેર ર્નિમમ હત્યા કરી અને નાસી છૂટેલા ત્રણ આરોપીઓને જામનગર જિલ્લા પોલીસ વડા દીપેન ભદ્રનની રાહબરી હેઠળ જામનગરના ત્રણ પોલીસ અધિકારીઓ-કર્મચારીઓ દ્વારા કોલકત્તા ખાતે અને સૂઝપૂર્વક આ હત્યાના ત્રણ આરોપીને દબોચી લેવામાં આવ્યા હતા. જામનગર પોલીસની સરાહનીય કામગીરીને ખંભાળિયાના સમસ્ત બ્રહ્મ સમાજ દ્વારા બિરદાવી અને ગૃહ મંત્રી, ગૃહ સચિવ સાથે જામનગરના પોલીસ વડા દીપન ભદ્રનની આ કાર્યવાહી બદલ એવોર્ડ અર્પણ કરવામાં આવ્યો હતો. તેમજ દેવભૂમિ દ્વારકા જિલ્લા પોલીસ વડા સુનિલ જાેશીને બ્રહ્મ સમાજના પ્રતિનિધિ વિનાયક ભટ્ટ, શંકરભાઈ ઠાકર, એડવોકેટ કમલભાઈ ત્રિવેદી, વજુભાઈ વોરિયા તથા હરેશ ભટ્ટ દ્વારા એવોર્ડ અર્પણ કરવામાં આવ્યો હતો.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews