જીવલેણ રોગ કોરોના વાયરસની હાલ ચાલી રહેલી મહામારી સામે લડત આપવા સમગ્ર દેશમાં કોરોના વેક્સિનેશન કાર્યક્રમ પૂરજાેશમાં ચાલી રહ્યો છે. આ અંતર્ગત દેવભૂમિ દ્વારકા જિલ્લાના મુખ્ય મથક ખંભાળિયામાં પણ જુદા-જુદા સ્થળોએ લોકો કોરોનાની લ્યે તે માટે આરોગ્ય તંત્ર દ્વારા નોંધપાત્ર કામગીરી કરવામાં આવી રહી છે. ખંભાળિયા શહેરમાં છેલ્લા પખવાડિયા દરમ્યાન આશરે દસ જેટલા જુદા જુદા સ્થળોએ કોરોના વેક્સિનેશન અંગેના કેમ્પના આયોજનો કરાયા છે. જેમાં ખંભાળિયા શહેર ભાજપ તથા શહેર સંગઠન દ્વારા આરોગ્ય તંત્રના સહકારથી મહત્તમ સંખ્યામાં નગરજનો આ વેક્સિનેશનનો લાભ લ્યે તે માટે જહેમત ઉઠાવવામાં આવી રહી છે. આ સઘન રસીકરણ કાર્યક્રમમાં શહેરના જુદા-જુદા વિસ્તારોમાં યોજવામાં આવેલા કેમ્પમાં ૫૦૦ જેટલા નગરજનોએ રસીકરણ કરાવ્યું હતું. જિલ્લા આરોગ્ય વિભાગની ટીમના સહકારથી આ વેક્સિનેશન અભિયાનમાં રસી મુકાવતા લોકોને સાંસદ પૂનમબેન માડમ દ્વારા વિવિધ ચીજવસ્તુઓ સાથેની કીટ પણ આપવામાં આવી રહી છે. આ સમગ્ર સેવાકાર્ય માટે શહેર ભાજપ પ્રમુખ અનિલભાઈ તન્ના સાથે તેની ટીમના ઈન્ચાર્જ હિમાચલભાઈ મકવાણા, મુકેશભાઈ કાનાણી, ભવ્ય ગોકાણી સહિતના કાર્યકરો દ્વારા નોંધપાત્ર જહેમત ઉઠાવવામાં આવી રહી છે.
#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews