આ ગામની મહિલાઓના વાળ છે તેમની ઉંચાઈ કરતા પણ વધારે!

0

મહિલાઓ હંમેશા પોતાના વાળને લઈને સજાગ રહેતી હોય છે. તેમને લાંબા, ઘટ અને મૂલાયમ વાળ રાખવા માટે અલગ અલગ રીતે ઘરેલૂ અને બજારમાંથી મળતા પ્રોડક્ટ્‌સનો ઉપયોગ કરતી હોય છે. પણ શું તમને ખબર છે ચીનનું એક એવુ ગામ પણ છે. જ્યાંની મહિલાઓના વાળની ચર્ચા આખી દુનિયામાં થાય છે.અમે અહીં વાત કરી રહ્યા છીએ ચીનના દક્ષિણ-પશ્ચિમ ગુઈલિન વિસ્તારમાં આવેલા બસા ગામ હુઆંગ્લુઓની. અહીં એક સમાજ છે. જેને યાઓ કહેવાય છે. ત્યાંની મહિલાઓમાં લાંબા વાળ રાખવાની પરંપરા સદીઓ જૂની છે. ચીનનું આ ગામ ‘લોગ્લ હેર વિલેજ’ તરીકે પણ ઓળખાય છે.યાઓ સમાજની મહિલાઓ પોતાની આખી જીંદગીમાં ફક્ત એક જ વાર વાળ કપાવે છે.
આ મહિલાઓ જ્યારે પણ પોતાના જીવનસાથીની શોધ કરે છે. ત્યારે તે પોતાના વાળને સ્કાર્ફથી ઢાંકીને રાખે છે.યુવતીઓના કપાયેલા વાળ તેના દાદી ડબ્બામાં સાચવીને રાખે છે, અને તેના લગ્ન સુધી તેને સંભાળીને રાખે છે. લગ્ન બાદ યુવતીના આ વાળ તેના પતિને ભેટમાં આપવાનો રિવાજ છે.આ ગામમાં દર ૩ માર્ચે લોંગ હેયર ફેસ્ટિવલ મનાવવામાં આવે છે.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!