“વૈદિક” હોળી મનાવીએ, ગૌમાતા અને વૃક્ષોને બચાવીએ”

0

હિન્દુ સમુદાયમાં તહેવારોનું ખુબ જ મહત્વ છે. દિવાળી, નવરાત્રી અને હોળી જેવા તહેવારોનું ખુબ જ મહાત્મ્ય છે. પ્રદૂષણમુક્ત ગણાતી વૈદિક હોળી માટે વૈદિક હોળીના કોન્સેપ્ટને ધ્યાને રાખી આ વખતે તેમણે ગાયોના છાણમાંથી સ્ટીક (ગૌ-કાષ્ટ) બનાવી તેનો ઉપયોગ કરવા અપીલ કરી છે. વૃક્ષોનું નિકંદન ન થાય અને ગૌ માતા પ્રત્યે લોકોની લાગણી જળવાઈ રહે તે માટે આ પહેલ કરવામાં આવી છે સાથે જ આ પ્રકારની હોળી સ્વાસ્થ્યવર્ધી પણ છે.
વૈદિક હોળીનો કોન્સેપ્ટ છેલ્લા ઘણા વર્ષમાં વધ્યો છે. લોકો આ અંગે જાગૃત થયા છે. લોકો પર્યાવરણ પ્રત્યે જાગૃતતા કેળવી લાકડાને બદલે ગૌ-કાષ્ટનો ઉપયોગ કરતા થયા છે. વૈદિક હોળીનો મોટો ફાયદો એ છે કે, તેનાથી વાતાવરણ શુદ્ધ થાય છે. વાતાવરણમાં આરોગ્યને માટે નુકશાનકારક વાયુ હોય છે, જેનો છાણાની હોળીથી નાશ થાય છે. તેમજ બીજી તરફ ગૌ માતા પ્રત્યે ભાવના જાગે છે અને ગૌ-કાષ્ટના ઉપયોગથી ગૌમાતાની સેવા પણ થાય છે. જેથી લોકો લાકડાને બદલે ગૌ-કાષ્ટનું દહન કરી વૈદિક રીતે હોળીના પર્વની ઉજવણી કરી શકે અને હજારો વૃક્ષોને કપાતા બચાવી શકાય એ હેતુથી તેનો ઉપયોગ કરાય છે.
શા માટે “વૈદિક” હોળી?
એક હોળી દીઠ ૧ હજાર કિલો લાકડું ઉપયોગમાં લેવાતંુ હોય એ ધારણાએ જાે ગાયના છાણામાંથી બનેલી ગોબરસ્ટિકનો ઉપયોગ કરાશે તો ૧ કરોડ કિલો લાકડું બચી જશે. વૈદિક હોળી કરવાથી વૃક્ષો કપાતાં અટકશે અને લાકડાની હોળીમાં પ્રદૂષણ થાય છે જ્યારે ગાયના છાણાની હોળી કરવાથી ભરપુર માત્રામાં ઓક્સિજન ઉત્પન્ન થાય છે. વૈદિક પરંપરા અનુસાર ગાયના ગોબર, સમીધ અને આયુર્વેદિક ઔષધિની આહુતિથી હોળી પ્રગટાવવામાં સાત્વિક વાતાવરણ ઉત્પન્ન થાય છે વૈદિક હોળી કરવાથી પ્રદૂષણ થતું અટકશે, વૃક્ષોનો બચાવ થશે, ગાય માતા બચશે અને બિમારીઓ ઘટશે તો આજે જ સંકલ્પ લઈએ શહેરની દરેક સોસાયટીમાં વૈદિક હોળી ઉજવીએ. દરમ્યાન વાઈરસની સંખ્યા ખૂબ જ વધારે પ્રમાણમાં હોય છે. જેથી કરીને આ સમય દરમ્યાન બિમારીનું પ્રમાણ વધારે જાેવા મળે છે જ્યારે હોળી વૈદિક રીતે કરવામાં આવે તો તેમાં ગાયના છાણા, ગાયનું ઘી, કપૂર, હવન સામગ્રી, નવ ઔષધિઓનો ઉપયોગ કરવાથી વાતાવરણમાં વાઇરસને નિયંત્રણ કરી શકાય છે.
વૈદિક હોળીની કીટમાં સમાવિષ્ટ સામગ્રી ઃ ગાયના છાણા,ગીર ગાય વલોણાનું ધી, ભીમસેન કપુર,હવન સામગ્રી(૩૨ જડીબુટ્ટીઓ), નવગ્રહ ઓષધિ, સાત પ્રકારના ધાન્ય, માટલુ (૮) શ્રીફળ.
વૈદિક હોળી શાસ્ત્રોક્ત રીતે કરવાના ફાયદા છે. સુગંધિત પદાર્થ ગાયનું ઘી, કેસર, જાયફળ, જાવંત્રી, લવિંગ, એલચી, તમાલપત્ર, તજ, સૂકામેવા, સૂકું નારિયેળ, ગૂગળ, ચંદન ધૂપ ઉપરોક્ત હવન સામગ્રી અને વિશેષ સામગ્રીમાં લખેલો પદાર્થ શક્ય તેટલા પ્રમાણમાં ઉમેરો, આ વસ્તુઓથી વાતાવરણ શુદ્ધ થાય છે. લાકડામાં ફક્ત આંબા, પીપળો, પલાશ, વડનો ઉપયોગ કરવામાં આવે છે. આ રીતનું ધ્યાન રાખવું. કપૂરનો પ્રયોગ પણ આગ પ્રગટાવવા માટે કરવામાં આવે છે.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!