હોળી અને ધુળેટી પર્વ ઉપર આ વખતે મોંઘવારી અને કોરોનાનું કવચ રહેલું હોય આ બંને તહેવારો સિમિત અને મર્યાદિત રીતે ઉજવાશે જાે કે, હોલીકા દહનનાં કાર્યક્રમો મર્યાદિત સંખ્યામાં લોકો કરી શકશે. જયારે ધુળેટીનું પર્વ ઉજવી નહીં શકાય અને તેના ઉપર કડક પ્રતિબંધ લાદી દેવામાં આવ્યો છે. જાે કોઈ આ અંગે નિયમ ભંગ કરશે તો તેની સામે જાહેરનામા ભંગ અંગેનો ગુનો પણ દાખલ થઈ શકશે.
અસત્ય ઉપર સત્યના વિજય અને આસુરી શક્તિ ઉપર દેવી શક્તિનાં વિજયનું પ્રતિક એટલે હોળીનું પર્વ. આ પર્વ આડે હવે ગણતરીનાં કલાકો જ બાકી રહ્યા છે ત્યારે આ વર્ષે કોરોનાના સંક્રમણકાળમાં કડક પ્રતિબંધ વચ્ચે હોળીનો તહેવાર ઉજવવામાં આવશે. જાે કે, ધુળેટી પર્વ મનાવી શકાશે નહીં અને રંગોની બોછાર થઈ શકશે નહીં.
એક તરફ મોંઘવારીના અસહ્ય માર વચ્ચે જનતા પિસાઈ રહી છે. આજે જીવન જરૂરીયાતની ચીજવસ્તુઓના ભાવો આસમાને પહોંચ્યા છે તેવા સંજાેગોમાં કોઈપણ તહેવારો મન મુકીને ઉજવવા શકય બને તેવું નથી. આજે બજારમાં આવતી કેસર કેરીનાં આગમનની છડી પોકારતી ખાખડીનો ભાવ જાેઈએ તો ૪૦ રૂપિયે રપ૦ ગ્રામ જાેવા મળે છે અને કયાંક ભાવમાં થોડો ઘટાડો પણ જાેઈ શકાય છે. હોળીનો તહેવાર નજીક આવી રહ્યો છે પરંતુ હોળીના તહેવારમાં જેનું ખાસ મહત્વ છે તેવા ખજુર, દાળીયા, કોપરૂં, હારડાનું નામ લેવાય તેમ નથી અને તેવા ભાવો ચાલી રહ્યા છે. જાે કે, જૂનાગઢ સહિત સોરાષ્ટ્રભરમાં હોળીના તહેવારને લઈને બજારમાં ખજુર, દાળીયા, કોપરૂં, હારડાનું વેંચાણ થઈ રહ્યું છે અને લોકો જરૂર પુરતી ખરીદી કરી રહ્યા છે. ગત વર્ષથી જ કોરોનાના મહા ભયંકર રોગચાળાએ સમગ્ર વિશ્વને અજગર ભરડો લીધો છે અને હજુ પણ કોરોનાનાં સંક્રમણનો ખતરો સતત વધી રહ્યો છે. ગત વર્ષે તમામ ઉત્સવો બંધ રહ્યા હતા અને આ વર્ષે પણ સરકારશ્રીની ગાઈડલાઈન અનુસાર હોળી અને ધુળેટીનું પર્વ ઉજવાશે. સરકારશ્રીએ જાહેર કરેલી ગાઈડલાઈન મુજબ મર્યાદિત સંખ્યામાં જ હોળી પ્રગટાવવાની મંજુરી આપેલ હોય જેથી વધારે માણસો ભેગા થઈ શકશે નહીં. જયારે ધુળેટી ઉત્સવની ઉજવણી ઉપર પ્રતિબંધ લગાવાયો છે જેથી જાહેર રસ્તા ઉપર જે દ્રશ્યો ભૂતકાળમાં જાેવા મળતા હતા અને રંગબરસે ભીગે ચુનરીયા જેવા ગીતો ફકત અને ફકત વાજિંત્રોમાં જ સાંભળવા મળશે અને તેનું રિયલ દર્શન થઈ શકશે નહીં. ભૂતકાળમાં ધુળેટીના પર્વ ઉપર યુવા વર્ગથી લઈ સૌ કોઈ ઘરઆંગણે અથવા જાહેરમાં પરસ્પરને રંગોથી ભરી મુકતા હતા તે દ્રશ્યો હવે ભૂતકાળ બની ચૂકયા છે. કોરોનાનાં સંક્રમણનાં ખતરા વચ્ચે જૂનાગઢ, સોરઠ અને સૌરાષ્ટ્રમાં પ્રતિબંધિત નિયમો વચ્ચે હોળીનો તહેવાર ઉજવાશે.
#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews