જૂનાગઢ સહિત રાજયમાં આગામી ચાર દિવસ ‘હિટવેવ’ની આગાહી, ૪૩ ડિગ્રી રહેવાની સંભાવના

0

ગુજરાત રાજયમાં આગામી ૪ દિવસમાં હિટવેવની આદાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે. જેમાં શનિ અને રવિવારે ગુજરાતના કેટલાક શહેરોમાં પારો ૪૩ ડિગ્રી ઉપર પહોંચી તેવી શક્યતા સેવાઈ રહી છે. રાજયના સૌરાષ્ટ્ર, કચ્છ, જૂનાગઢ, ગીર-સોમનાથ, પોરબંદર, સુરેન્દ્રનગર, અમદાવાદ, રાજકોટ અને ઉત્તર ગુજરાતમાં બનાસકાંઠા, સાબરકાંઠામાં હિટવેવની આગાહી કરવામાં આવી છે. ગુજરાતમાં એક તરફ કોરોના વાયરસનો કહેર જાેવા મળી રહ્યો છે. ત્યારે બીજી બાજુ હવામાન વિભાગે ગરમીના પ્રમાણમાં વધારો થવાની આગાહી આપી છે. આગામી ૩ દિવસમાં રાજયના કેટલાક વિસ્તારોમાં ગરમીનો પારો ૪૩ ડિગ્રી પહોંચી શકે છે તેવું હવામાન વિભાગે જણાવ્યું છે. જાે કે, કામ વિના ઘરની બહાર ન નિકળવા માટે હવામાન વિભાગ દ્વારા લોકોને અપીલ પણ કરવામાં આવી છે. જાે આ રીતે જ ગરમીનો પારો વધતો રહ્યો તો એપ્રિલ મહિનામાં ભારે ગરમીનો સામનો કરવો પડી શકે છે. જાે કે રાજ્યમાં કેટલાક શહેરોમાં વાતાવરણમાં પલટો જાેવા મળ્યો છે. જાે કે, હાલ અમદાવાદ શહેરમાં હવાનું પ્રદુષણ કોરોના દર્દીઓ માટે મુશ્કેલી ઉભી કરી શકે છે. પુના અને દિલ્હી બાદ હવે સૌથી વધારે અમદાવાદમાં પ્રદુષિત હવાના પ્રમાણમાં વધારો જાેવા મળી રહ્યો છે. શહેરમાં એએમસી દ્વારા અલગ-અલગ વિસ્તારોમાં એર ક્વોલિટી મોનિટરિંગ સિસ્ટમ લગાવવામાં આવી છે. જેનાથી શહેરમાં થતા હવાના પ્રદૂષણ વિષે માહિતી મેળવી શકાય છે. હાલની સ્થિતિ ઉપર નજર કરીએ તો અમદાવાદમાં એર ક્વોલિટી ઈન્ડેક્સ ૨૮૬ નોંધાયો છે.
જૂનાગઢ અને સોરઠ પંથકમાં તાપમાનનો પારો ઉંચે ચડયો : અંગ દઝાડતી ગરમીથી લોકો ત્રસ્ત
જૂનાગઢ શહેર સહિત સોરઠભરમાં આકરા ઉનાળાની શરૂઆત થઇ ચૂકી છે. શહેરમાં તાપમાનનો પારો સતત ઉંચકાઇ રહ્યો છે. એમાંપણ બપોરના સમયે આકરી ગરમી સાથે અંગ દઝાડતી લૂ ફૂંકાતા શહેરીજનો ગરમીથી ત્રસ્ત થઇ ગયા છે. જાેકે, હજુપણ ગરમીના પ્રમાણમાં વધારો થવાની હવામાન વિભાગે આગાહી કરી છે. જૂનાગઢ શહેરમાં બુધવારે મહત્તમ તાપમાનનો પારો ૩૮.૪ ડિગ્રી રહ્યો હતો. જેમાં ગુરૂવારે ૦.૭ ડિગ્રીનો વધારો થઇ તાપમાનનો પારો ૩૯.૪ ડિગ્રીએ પહોંચી ગયો હતો. આકરી ગરમીના કારણે ખાસ કરીને અંગ દઝાડતી લૂ પણ વરસી રહી હોય ખાસ કરીને ટુવ્હિલ ચાલકોની મુશ્કેલીમાં વધારો થયો હતો. જ્યારે કાળઝાળ ગરમીથી બચવા અનેક લોકો બપોરના સમયે ઘરમાં જ પુરાઇ રહ્યા હોય બપોરના સમયે અનેક માર્ગો ઉપર એકલ દોકલ વાહનો જ નજરે પડતા હતા. દરમ્યાન હવામાન વિભાગના જણાવ્યા અનુસાર હજુ પણ સૂર્યનારાયણ દેવતાનો આકરો મિજાજ જાેવા મળશે. હજુ તાપમાન વધીને ૪૨ ડિગ્રી સુધી જઇ શકે છે. દરમ્યાન બુધવારે લઘુત્તમ તાપમાન પણ ૨૧.૪ ડિગ્રીએ પહોંચી ગયું હતું. જ્યારે મહત્તમ તાપમાન ૩૯.૪ ડિગ્રીએ રહ્યું હતું. જ્યારે ભેજનું પ્રમાણ સવારે ૩૬ ટકા અને બપોર બાદ સાવ ઘટીને ૯ ટકાએ પહોંચી જતા ખાસ કરીને બપોરના સમયે ગરમીની અસર વર્તાઇ રહી છે. જ્યારે પવનની ઝડપ ૬ કિમીની રહેતા ગરમ લૂ ફેંકાઇ હતી.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!