વિશ્વ વિખ્યાત યાત્રાધામ દ્વારકા દ્વારકાધીશ મંદિર ખાતે દર વર્ષે હોળી-ધૂળેટી પર્વ નિમિત્તે ખૂબ મોટી સંખ્યામાં ભક્તજનો ફૂલડોલ ઉત્સવ મારફતે કાળીયા ઠાકોર સંગ આ પર્વની ઉજવણી કરે છે. પરંતુ આ વર્ષે હાલ કોરોના વાયરસની મહામારીને ધ્યાને લઇને તંત્ર દ્વારા ત્રણ દિવસ જાહેર જનતા માટે મંદિરમાં પ્રવેશબંધી ફરમાવવામાં આવી છે.
હોળી પર્વ નિમિત્તે રવિવાર તારીખ ૨૮મીના રોજ શ્રી દ્વારકાધીશ મંદિરમાં પુજારી પરિવાર દ્વારા ફૂલડોલ ઉત્સવ મનાવવામાં આવશે. ફૂલડોલ ઉત્સવ દરમ્યાન જાહેર જનતા માટે મંદિરમાં પ્રવેશબંધી હોય, અને શ્રીજી સંગ ઉત્સવના દર્શન રાબેતા મુજબ થતા હોવાથી આ દર્શનનો લાભ જાહેર જનતા લઈ શકે તે માટે દ્વારકાધીશ મંદિરના વહીવટદાર દ્વારા ઓનલાઈન દર્શનનું આયોજન કરવામાં આવ્યું છે. આ માટે રવિવારે બપોરે બે થી ત્રણ વાગ્યા સુધી ફૂલડોલ ઉત્સવના ઓનલાઈન દર્શન સંસ્થાની વેબસાઈટ WWW.DWARKADHISH.ORG ઉપર લાઈવ નિહાળી શકાશે. જેનો લાભ લેવા મંદિરના વહીવટદાર દ્વારા ધર્મપ્રેમી જનતાને અપીલ કરવામાં આવી છે.
#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews