હોળી-ધુળેટીનાં તહેવારોમાં દ્વારકાનાં જગતમંદિરમાં ચુસ્ત બંદોબસ્ત ગોઠવાયો

0

ભારતીય સંસ્કૃતિની પરંપરામાં હિન્દુ ધર્મનાં મુખ્ય તહેવારોમાં હોળી-ધુળેટીનું પર્વ દ્વારકામાં જન્માષ્ટમીના તહેવાર કરતા પણ મુખ્ય બની ગયું છે. છેલ્લા દાયકામાં હવે પદયાત્રીઓએ દ્વારકા યાત્રાધામને વિશેષ સ્થાન આપ્યું હોય તેની નોંધ સરકારી ચોપડે તથા આમ ધર્મપ્રેમી જનતાએ લીધી છે. આ વખતે ભારતભરમાં કોરોનાના ભારે સંક્રમણનાં કારણે હોળી-ધુળેટીના તહેવારો દરમ્યાન જગતમંદિર ભાવિકો માટે બંધ રહેવાનું હોય જેથી છેલ્લા એક સપ્તાહથી દ્વારકામાં રોજેરોજ ગુજરાતનાં છેવાડાથી એટલે કે પ૦૦ થી ૬૦૦ કિમીનું અંતર કાપીને પદયાત્રા દ્વારા ભાવિકો દ્વારકા આવી પહોંચ્યા છે અને કાળીયા ઠાકુરનાં દર્શન કરીને ધન્યતા અનુભવેલ છે. તહેવારો નિમિત્તે જગતમંદિરમાં ચુસ્ત પોલીસ બંદોસ્ત ગોઠવાયેલ છે. આ ઉપરાંત દ્વારકા શહેરમાં હોટલ, ગેસ્ટહાઉસ, ધર્મશાળા તથા અતિથિગૃહોમાં બહારથી પધારતા યાત્રિકો માટે કોરોનાની મહામારીને કારણે બુકીંગ નહી લેવાની વહીવટી તંત્ર દ્વારા સુચના આપવામાં આવેલ છે.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!