જૂનાગઢનાં જીલ્લા શિક્ષણાધિકારી આર.એસ. ઉપાધ્યાયે જણાવેલ છે કે જૂનાગઢ જીલ્લામાં પ્રાથમિક અને માધ્યમિક શાળાનાં શિક્ષકો તેમજ બિન શૈક્ષણિક સ્ટાફને કોરોનાની રસી આપવાનું અભિયાન હાથ ધરાયું છે. દરમ્યાન પ્રથમ તબકકામાં ૭૮૭પ શિક્ષકોને રસી આપવામાં આવેલ છે. અમુક પ્રાથમિક સ્કુલોનાં શિક્ષકોને કોરોના રસીનો બીજાે ડોઝ પણ આપી દેવામાં આવ્યો છે. શિક્ષકો અને શાળા સાથે સંકળાયેલા તમામ કર્મચારીઓને રસી આપવામાં આવી રહી છે. અને કોરોનાનો પ્રથમ ડોઝ લીધેલ શિક્ષકોને ક્રમ અનુસાર બીજાે ડોઝ પણ આપવામાં આવી રહયો છે. જે શાળાઓમાં રસીકરણ બાકી છે તે શાળાએ શિક્ષકો તેમજ બિન શૈક્ષણિક સ્ટાફની લેટરપેડ ઉપર યાદી તૈયાર કરી નજીકનાં પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર (પીએચસી) ખાતે જઈ આપવાથી તેમનો સ્ટાફ સ્કુલે આવી રસી આપી જશે.
#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews