કોરોના વાયરસની મહામારીમાં અમદાવાદ જિલ્લા સહિત મધ્ય ગુજરાતમાં ફૂલની ખેતી કરી રહેલા ખેડૂતો રાતા પાણીએ રડી રહ્યા છે. કોરોનાકાળમાં અંદાજે છ કરોડનું નુકસાન ભોગવી ચૂકેલા ફૂલ ઉદ્યોગને ફરી એક વાર એ જ કોરોના સ્થિતીનો સામનો કરવાનો આવતાં તેમની કમાણી ઉપર નિકાસબંધી અને લોકડાઉનએ કાંટા વાવી દીધા છે. જેના કારણે ફૂલની સુગંધ માટીમાં મળી ગઇ છે. ખેડૂતોને રોજ સવારે ફૂલવાડીમાં ખીલેલા કાશ્મીરી ગુલાબ, મોગરો, ગલગોલા, પારસ, લીલી ચંપો જેવા ફૂલ ચૂંટીને ફરી ખેતરમાં જ નાશ કરવાનો વખત આવ્યો છે. તો બીજી તરફ અત્યારે ફૂલડોલ મહોત્સવમાં વપરાતાં લાખો કિલો ફૂલ પણ વેંચાતા અટકી ગયાં છે. કોરોના વાયરસના પગલે ફૂલની ખેતી કરતા ખેડૂતોની હાલત ખરાબ થઇ ગઇ છે. માંગ નહીં હોવાના કારણે રોજ સવારે ખીલેલા ફૂલ રૂપિયા ત્રણ હજાર મજૂરી આપીને તોડાવી તેનો ખેતરમાં જ નાશ કરવો પડી રહ્યો છે. હોળી-ધુળેટીના દિવસોમાં શુભ પ્રસંગો ભલે આયોજિત ન થતા હોય, પરંતુ વૈષ્ણવ હવેલી ફુલફાગ રસિયા અને ફૂલથી ખેલાતી ધુળેટીમાં હજારીગલ અને ગુલાબની ભારે ડિમાન્ડ હોય છે. આ દિવસોમાં અત્યારે તમામ કાર્યક્રમો રદ થયા છે. ધુળેટીની ઉજવણી ઉપર પ્રતિબંધ છે. આ સંજાેગોમાં ફૂલની માંગ નહિવત છે. અન્ય રાજ્યમાં પણ કોરોનાની વણસેલી સ્થિતીના કારણે નિકાસ સદંતર બંધ છે. એક ખેડૂત માસિક રૂપિયા સાતથી આઠ લાખ રૂપિયાનાં ફૂલ મુંબઇ, મહારાષ્ટ્ર, બેંગ્લુરૂ, રાજસ્થાન, અમદાવાદ, સુરત સહિત વિવિધિ રાજ્યોમાં એકસપોર્ટ કરે છે જે સંદતર બંધ છે આના કારણે ફૂલની ખેતી કરતા અનેક ખેડૂતોને ભારે આર્થિક ફટકો પડ્યો છે. ખેડૂત કંચનભાઇ માછીએ જણાવ્યું હતું કે, નદીકાંઠાનાં ૨૫ ગામના ખેડૂતો આશરે ૧૫૦૦ જેટલા વીઘામાં કાશ્મીરી ગુલાબ, પારસ, ગલગોટા, સેવંતી જેવા ફૂલની ખેતી કરે છે. આ વખતે ફૂલની ખેતી પણ સારી થઇ છે, પરંતુ કોરોનાના કારણે ફૂલવાડીમાં ખીલેલા ફૂલનો નાશ કરવાનો વખત આવ્યો છે. અત્યારે ખીલેલા ફૂલનો નાશ કરવા સિવાય અમારી પાસે બીજા કોઇ વિકલ્પ રહ્યો નથી. એક વીઘા જમીનમાં ફૂલની ખેતી કરનાર ખેડૂતને રૂપિયા ૩૫ હજાર જેટલુ નુકશાન થયું છે.
#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews