દ્વારકા નજીક પુરપાટ જતી મોટરકારની ઠોકરે બાઈક ચાલક યુવાનનું કરૂણ મૃત્યું

0

દ્વારકાથી આશરે ચાર કિલોમીટર દૂર નાગેશ્વર રોડ ઉપર ગૌશાળા પાસેથી પૂરઝડપે અને બેફિકરાઈપૂર્વક જઈ રહેલા જી.જે.-૦૩-સી.ઈ.-૦૩૧૪ નંબરની એક સફેદ કલરની અલ્ટો મોટર કારના ચાલકે આ માર્ગ ઉપર જી.જે.-૧૦-બી.એલ.-૫૪૬૮ નંબરના મોટરસાયકલ ઉપર જઈ રહેલા દ્વારકા તાલુકાના કલ્યાણપર ગામની સીમમાં રહેતા બાલુભા ભૂટાભા માણેક(ઉ.વ.૪૯)ની મોટરસાયકલ સાથે ધડાકાભેર અકસ્માત સર્જાયો હતો. અકસ્માતમાં બાઈકચાલક બાલુભાને શરીરના જુદા જુદા ભાગોમાં ગંભીર ઈજાઓ થતાં તેમનું કરૂણ મૃત્યુ નીપજયું હતું. આ અકસ્માત સર્જી, આરોપી મોટરકાર ચાલક પોતાનું વાહન મૂકીને નાસી છૂટ્યો હતો. આ સમગ્ર બનાવ અંગે મૃતકના નાનાભાઈ કુંભાભા ભુટાભા માણેક(ઉ.વ.૪૧)ની ફરિયાદ ઉપરથી દ્વારકા પોલીસે આરોપી મોટરચાલક સામે જુદી-જુદી કલમ મુજબ ગુનો નોંધી આગળ તપાસ સ્થાનિક પી.એસ.આઇ. યુ.બી. અખેડે હાથ ધરી છે.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews