ઘરફોડ ચોરી પ્રકરણનાં પાંચેય આરોપીઓને જેલ હવાલે કરાયા

0

જૂનાગઢનાં સરગવાડા પાટીયા પાસેની પાન, મસાલા, તમાકુની એજન્સીમાંથી ૯,૭૦,૦૦૦ના મુદ્દામાલની ચોરીમાં ઝડપાયેલા પાંચેય આરોપીના રિમાન્ડ પૂર્ણ થતા તમામને જેલ હવાલે કરાયા છે. આ અંગે ડીવાયએસપી પ્રદિપસિંહ જાડેજાએ જણાવ્યું હતું કે, સરગવાડાના પાટીયા પાસેની સાગર સેલ્સ એજન્સીમાંથી ૫ શખ્સોએ ચોરી કરી હતી. ગુગલ મેપમાં સર્ચ કરી કરાયેલી આ ચોરીમાં આરોપીએ પાન, મસાલા, સિગારેટ, રોકડ મળી કુલ રૂા.૯,૭૦,૦૦૦ના મુુદ્દામાલની ચોરી કરી હતી. દરમ્યાન આ હાઇટેક ચોરીમાં સંડોવાયેલા આરોપીને ઝડપી લેવા રેન્જ ડીઆઇજી મનિન્દર પ્રતાપસિંહ પવાર, એસપી રવિતેજા વાસમ શેટ્ટીની સૂચના અને ડીવાયએસપી પ્રદિપસિંહ જાડેજાના માર્ગદર્શનમાં તપાસ હાથ ધરાઇ હતી. દરમ્યાન તાલુકા પોલીસ સ્ટેશનના પીએસઆઇ એેસ.એન. સગારકા, એલસીબી પીઆઇ એચ.આઇ. ભાટી, પીએસઆઇ ડી.જી. બડવા અને સ્ટાફે પાંચેય આરોપીને બરોડાથી ઝડપી લીધા હતા. બાદમાં કોર્ટમાં રજૂ કરતા કોર્ટે ૩ દિવસના રિમાન્ડ મંજૂર કર્યા હતા. હાલ રિમાન્ડ પૂર્ણ થતા આરોપીને જેલ હવાલે કરવામાં આવ્યા છે.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews