જૂનાગઢ : કોરોના કાળમાં પણ વરઘોડો કાઢતા પોલીસની કાર્યવાહી

0

કોરોનાના કેસ સતત વધી રહ્યા હોવા છતાં જૂનાગઢના આંબેડકરનગરમાં રહેતો હર્ષદ મગનભાઇ મુછડીયા અને માણાવદરના કોયલાણા ગામનો અનીલ ભીમશીભાઇ કંડોરીયાએ હોળીની રાત્રે જૂનાગઢના આંબેડકરનગરમાં વરઘોડાનું મંજુરી વગર આયોજન કરી માણસોને ભેગા કર્યા હતા. આ અંગેની જાણ થતા એ ડીવીઝન પોલીસનો કાફલો દોડી ગયો હતો. તપાસ દરમ્યાન વરઘોડામાં સોશ્યલ ડીસ્ટન્સનો અભાવ અને લોકો માસ્ક પહેર્યા વગર આવ્યા હોવાનું જણાતા પોલીસે વરઘોડાને અટકાવી દીધો હતો. એએસઆઇ ભનુભાઇએ હર્ષદ મુછડીયા અને અનીલ કંડોરીયા સામે જાહેરનામાં ભંગની કાર્યવાહી કરવાની સાથે બંનેની અટકાયત કરી હતી. આ અંગેની વધુ તપાસ પોલીસ હેડ કોન્સ્ટેબલ બી.કે.ઓડેદરા ચલાવી રહ્યા છે.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews