શીલ પોલીસ સ્ટેશનમાં એએસઆઇ ઉપર દંપતી સહિત ૩ શખ્સોનો હુમલો

0

શીલ પોલીસ સ્ટેશન ખાતે એએસઆઇ ઉપર દંપતી સહિત ત્રણ શખ્સોએ હુમલો કરવા ઉપરાંત સરકારી ફરજમાં રૂકાવટ કરતા હલચલ મચી ગઇ હતી. આ બનાવની વિગતો એવી છે કે માંગરોળ નજીકના શીલના એએસઆઈ નારણભાઇ મનજીભાઇ વગેરેએ હોળીની સાંજે કારેજ ગામેથી ૯ શખ્સોને જુગાર રમતા પકડયા હતા જેમાં કારેજના વિરમ કાળાભાઇ વાળાની પણ પોલીસે ધરપકડ કરી હતી. જુગાર રમતા શખ્સોએ વિરમભાઇ જુગાર રમતો ન હોવાનું જણાવતા પોલીસે ખરાઇ કરીને તેથી તેને જવા દીધો હતો. બાદમાં વિરમભાઇ તેની પત્ની કંચન અને મયુર મોહન વાળા નામના શખ્સ સાથે પોલીસ સ્ટેશન ખાતે ધસી આવ્યો હતો. ત્રણેયે વિરમભાઇને કેમ મારેલ તેમ કહી એએસઆઇ નારણભાઇને ગાળો દઇ લાફો ઝીંકી દઇ હુમલો કરેલ તેમજ ધમકી આપી ફરજમાં રૂકાવટ કરી હતી. આ બનાવ અને સીપીઆઇ એન.આઇ.રાઠોડે ત્રણેય વિરૂદ્ધ કાર્યવાહી કરી તપાસ હાથ ધરી છે.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews