સરદારગઢ, પાતરા અને માંગરોળમાં જુગાર દરોડા

0

જૂનાગઢ જિલ્લાનાં સરદારગઢ, પાતરા અને માંગરોળ ખાતે પોલીસે જુગાર દરોડા પાડયા હતા. આ અંગેની મળતી વિગત અનુસાર માણાવદર પોલીસ સ્ટેશનનાં પોલીસ કોન્સ્ટેબલ વિક્રમભાઈ મનસુખભાઈ અને સ્ટાફે સરદારગઢ ગામે જુગાર અંગે દરોડો પાડતાં ૩ શખ્સોને રૂા. ૮,૦૯૦ની રોકડ, મુદ્દામાલ સાથે જુગાર રમતા ઝડપી લીધેલ છે જયારે અન્ય એક શખ્સ નાસી છુટયો હતો. પોલીસે ચાર શખ્સો વિરૂધ્ધ કાર્યવાહી કરી છે. જયારે ચોરવાડ તાબાના પાતરા ગામે પોલીસે જુગાર અંગે દરોડો પાડતાં પાંચ શખ્સોને રૂા. ૭,૯૧૦ની રોકડ સાથે ઝડપી લીધેલ છે. આ ઉપરાંત માંગરોળ ખાતે જાહેરમાં જુગાર રમતા બે શખ્સોને રૂા. ૩૩૦૦ની રોકડ સાથે જુગાર રમતા ઝડપી લેવામાં આવેલ છે. ૩ શખ્સો નાસી છુટયા હોય પાંચ સામે કાર્યવાહી કરવામાં આવી છે.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews