જૂનાગઢના રેન્જના નાયબ પોલીસ મહાનિરીક્ષક મનીન્દર પવારની સૂચના તેમજ પોલીસ અધિક્ષક વાસમસેટ્ટીના માર્ગદર્શન હેઠળ માંગરોળ વિભાગ, માંગરોળના નાયબ પોલીસ અધિક્ષક જે.ડી. પુરોહીત તથા સર્કલ પોલીસ ઈન્સપેકટર એન.આઈ. રાઠોડની સૂચના મુજબ શીલ પોલીસ સ્ટેશન પો. સબ ઈન્સ. વી.કે. ઉંજીયા તથા પોલીસ સ્ટાફ સતત વોચ તપાસમાં હતા. તે દરમ્યાન શીલ પોલીસ સ્ટેશનના પો.કોન્સ. જીતેન્દ્રભાઈ દેશાભાઈ કાથડને અગાઉથી ખાનગીરાહે ચોક્કસ બાતમી મળેલ કે શીલ તાબેના કાલેજ ગામે કાગડા વાવ તરફ જતા કાચા રસ્તા ઉપર વડલાની નીચે જાહેરમાં ગંજીપત્તાના પાના વડે પૈસાની હાર-જીત કરી તીનપત્તી રોન નામનો જુગાર ચાલે છે. બાતમી આધારે ઉપરોકત જગ્યાએ રેઈડ કરતા પૈસા તથા ગંજીપત્તાના પાના વડે તીનપત્તી રોન નામનો જુગાર રમતા કુલ ૮ આરોપીઓ પકડાઈ ગયેલ જ્યારે પાંચ આરોપીઓ નાસી ગયેલ હતા. સ્થળ ઉપર રોકડા રૂા.૧૨,૩૮૦ તથા મોબાઈલ ફોન નંગ ૮ કિં. રૂા. ૫૦૦૦ તથા મો.સા. નંગ ૩ કિં. રૂા. ૨૭૦૦૦ મળી કુલ કિં. રૂા. ૪૪,૩૮૦ના મુદામાલ સાથે મળી આવતા ધોરણસર કાર્યવાહી કરી જુગાર ધારા કલમ ૧૨ મુજબનો ગુન્હો શીલ પોલીસ સ્ટેશન ખાતે રજીસ્ટર કરવામાં આવેલ છે. જે આરોપી ઝડપાયા હતા તેમાં (૧) રાણાભાઈ પીઠાભાઈ વાળા, જાતે કોળી (ઉ.વ.૬૫) ધંધો ખેતી, રહે. કારેજ તા. માંગરોળ, (૨) કાનદાસભાઈ ભાણદાસભાઈ રાઠોડ, જાતે બાવાજી (ઉ.વ.૩૮) ધંધો મજુરી રહે. કાલેજ તા.માંગરોળ (૩) વજુભાઈ શકરાભાઈ કાથડ, જાતે અનુ.જાતિ (ઉ.વ.૫૨) ધંધો મજુરી, રહે. કાલેજ, તા. માંગરોળ (૪) સાહીદભાઈ ગુલામહુસેન કુરેશી, જાતે મુસ્લીમ (ઉ.વ.૩૦) ધંધો મજુરી, રહે. નાંદરખી, તા. માંગરોળ (૫) હીરાભાઈ ચનાભાઈ કાથડ, જાતે અનુ.જાતિ (ઉ.વ.૫૨) ધંધો મજુરી, રહે. કાલેજ (૬) અશોકભાઈ વિરમભાઈ વાજા, જાતે કોળી (ઉ.વ.૪૦), ધંધો મજુરી રહે. કાલેજ, (૭) વિક્રમભાઈ સામતભાઈ વાળા, જાતે કોળી (ઉ.વ.૨૧) ધંધો મજુરી રહે. કાલેજ, (૮) રાજાભાઈ ચનાભાઈ વાળા, જાતે કોળી (ઉ.વ.૪૫) ધંધો મજુરી રહે. કાલેજ વગેરેનો સમાવેશ છે. જ્યારે (૯) રામજીભાઈ મંગાભાઈ કાથડ, (૧૦) મનાભાઈ શકરાભાઈ કાથડ (૧૧) જયસુખભાઈ મુળજીભાઈ કયાડા, (૧૨) પરબતભાઈ ચનાભાઈ કાથડ, (૧૩) ભાવેશભાઈ રાઠોડ રહે. તમામ કાલેજ, તા. માંગરોળ આ તમામ નાસી છૂટયા હતા. આ કામગીરીમાં શીલ પો.સ્ટે.ના પો. સબ ઈન્સ. વી.કે. ઉંજીયા તથા એએસઆઈ પી.જે. વાળા તથા એએસઆઈ એન.એમ. કટારા તથા પો. કોન્સ. દર્શનભાઈ ભીખુભાઈ મકવાણા તથા પો. કોન્સ. જીતેન્દ્રભાઈ દેશાભાઈ કાથડ તથા પો. કોન્સ. હિતેશભાઈ ભીખાભાઈ ડાકી તથા પો. કોન્સ. દિનેશભાઈ ખીમાભાઈ ભેડા તથા પો. કોન્સ. રવીભાઈ જગદીશભાઈ ધોળકીયા તથા પો. કોન્સ. મહિપતસિંહ હરસુરભાઈ કાગડા વિગેરે જાેડાયેલ હતા.
#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews