જૂનાગઢ જીલ્લા કોંગ્રેસ સમીતીની કારોબારીનું વિસર્જન

0

ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમીતીના પ્રમુખ અમીતભાઈ ચાવડાની સુચનાથી જૂનાગઢ જીલ્લા કોંગ્રેસ સમીતીની કારોબારી તથા જૂનાગઢ જીલ્લાના દરેક તાલુકાઓની કારોબારીનું વિસર્જન કરવામાં આવેલ છે.
આ અંગેની મળતી વિગત અનુસાર ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમીતીનાં આદેશથી જૂનાગઢ જીલ્લા સહીત તાલુકા કોંગ્રેસ સમીતીઓની કારોબારીનું પણ વિસર્જન કરવામાં આવે છે. દરમ્યાન જૂનાગઢમાં જીલ્લા કોંગ્રેસ પ્રમુખ નટુભાઈ પોકીયા તથા કાર્યાલય મંત્રીઓ તેમજ જૂનાગઢ જીલ્લાનાં દરેક તાલુકામાં માત્ર પ્રમુખ અને કાર્યલય મંત્રીઓનાં હોદાઓ ચાલુ રહેશે અને તે સિવાય એનએસયુઆઈ, યુવક સિવાયનાં જુદા જુદા સેલ અને ડીપાર્ટમેન્ટના તમામ હોદાઓ પણ રદ કરવામાં આવે છે. આગામી દિવસોમાં પ્રદેશ સમીતીમાંથી ફરીવાર આદેશ થયે જીલ્લા સહીત દરેક તાલુકાઓમાં ફેરફાર કરીને નવી કારોબારીની રચનાઓ કરવામાં આવશે.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews