રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ જુનાગઢ સરકારી માધ્યમિક ઉચ્ચતર માધ્યમિક વિભાગની બેઠક ડોક્ટર હેડગેવાર સરસ્વતી શિશુ મંદિર ખાતે યોજાઇ જેમાં જિલ્લાના કારોબારી સભ્યો તથા શાળાઓના ઘટક પ્રમુખ અને મંત્રીઓ ઉપસ્થિત રહ્યા હતા. બેઠકમાં રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ ગુજરાત દ્વારા ચાલતી દીકરી દત્તક યોજના વિષે રાજ્યના મંત્રી જયદેવ શિશાંગિયા દ્વારા માહિતી આપવામાં આવી અને ઉપસ્થિત તમામ શિક્ષકો દ્વારા ૫૦ દીકરીઓને દત્તક લેવાનો સંકલ્પ કરાયો હતો. આ ઉપરાંત જિલ્લાના શિક્ષકોનાં પ્રશ્નો અંગે ચર્ચા કરી તેનો ઉકેલ લાવવા માટે આયોજન કરાયું હતું. આ બેઠકમાં માધ્યમિક વિભાગના અધ્યક્ષ ગૌતમ નંદાણીયા, સંગઠન મંત્રી મિતેશભાઇ કરમટાએ માર્ગદર્શન આપ્યું હતું. ઉચ્ચતર માધ્યમિક વિભાગના નિકુંજભાઈ સુંદરનાથને શિક્ષકોના પ્રશ્નોનું લખાણ કરવાની જવાબદારી સોંપાઈ હતી. આ તકે જાદવભાઈ, વિઠલાણીભાઈ, પરમારભાઈ, ચાવડાભાઈ સહિત સૌ મિત્રોએ જિલ્લાની એક ટીમ બનીને કામ કરવાની વાત કરી હતી તથા શાળા, વિદ્યાર્થી અને સમાજ કલ્યાણ માટેના કાર્યક્રમો કરવાનો સંકલ્પ લેવામાં આવ્યો હતો.
#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews