જૂનાગઢ જીલ્લાના વંથલી અને અમદાવાદના વર્ષા વિજ્ઞાનના સભ્ય રમણીકભાઇ ડાયાભાઇ વામજાએ હોળીની ઝાળના આધારે વર્ષ સારૂ જવાની આગાહી કરી છે. તેમણે જણાવ્યું હતું કે, હોળીની રાત્રે પ્રગટતી જવાળાનો ધુમાડો પૂર્વ દિશામાં ગયેલ છે. પવન ઉંચો પડે તો રાજગઢ સુખ શાંતિથી સુઇ ના શકે. ખગોળવિદ્યાના આધારે આભા મંડળ (વધઘટ) કસના લીસોટા, દરેક ધાર્મિક તહેવાર હુતાસણીનો પવન, મહા મહિનાનું માવઠુ, કેસુડાના ફુલ, આંબાનો મોર, ચણીયા બોરને આધારે વર્ષ સારૂ થાય તેવું પુર્વ અનુમાન કરાયું છે.
તા.૧૬-૪-ર૧ થી ૧૮-૪-ર૧ હરણી નક્ષત્ર, તા.ર૭-૪-ર૧ થી ર૯-૪-ર૧ હરણી નક્ષત્ર,
તા. ૧પ-પ-ર૧ થી ર૦-પ-ર૧ કુત્રિકા નક્ષત્ર ગોંડલ વિસ્તારમાં તા. ર૭-પ-ર૧ થી ર૯-પ-ર૧ રોહીણી નક્ષત્રમાં માવઠુ થવાની આગાહી રમણીકભાઇ ડાયાભાઇ વામજાએ કરી છે.
#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews