ગુનો આચરી પાંચ વર્ષથી નાસતા-ફરતા આરોપીને આખરે જૂનાગઢ પોલીસે ઝડપી લીધો

0

જૂનાગઢ રેંજના ડીઆઈજી મનીંદર પ્રતાપસિંહ પવાર તથા જિલ્લા પોલીસ વડા રવિ તેજા વાસમ શેટ્ટી દ્વારા નાસતા ફરતા આરોપીઓને પકડી પાડવા માટે રાખવામાં આવેલ ખાસ ઝુબેશના ભાગરૂપે જૂનાગઢ ડિવિઝનના ડીવાયએસપી પ્રદીપસિંહ જાડેજાના માર્ગદર્શન હેઠળ જૂનાગઢ તાલુકા પોલીસ સ્ટેશનના પીએસઆઇ એસ.એન.સગારકા, સ્ટાફના હે.કો. કમલેશભાઈ રાઠોડ, ભદ્રેશભાઈ રવૈયા, પો.કો. ભરતભાઈ ઢોલા, જેતાભાઈ દિવરાણીયા, કરણભાઈ વાળા, અજયભાઈ પારઘી, નરેન્દ્રભાઈ બાલસ, દેવેનભાઈ ચાવડા, રાહુલભાઈ જણકાંત સહિતની પોલીસ ટીમ દ્વારા બનાસ કાંઠા જીલ્લાના ધાનેરાની સબ જેલમાંથી ચોરીના ગુન્હામાં રહેલ નાસી જનાર આરોપી રણજીતભાઈ જીલુભાઈ ગીડા કાઠી દરબાર (ઉ.વ.૨૭) રહે. ૬૬ કે.વી., જૂનાગઢ મુળ રહે. કોદીયા ગામ તા.ખાંભા જી.અમરેલીને ખામધ્રોલ રોડ ઉપર, જૂનાગઢ ખાતેથી પકડી પાડી, ધરપકડ કરવામાં આવેલ છે. જૂનાગઢ પોલીસના હાથે પકડાયેલ આરોપી રણજીતભાઈ જીલુભાઈ ગીડા કાઠી દરબાર (ઉ.વ.૨૭) રહે. ૬૬ કે.વી., જૂનાગઢ મુળ રહે. કોદીયા ગામ તા.ખાંભા જી.અમરેલી, સને ૨૦૧૬માં બનાસકાંઠાના ધાનેરા ખાતેથી નાસી ગયેલ હતો. જે બાબતે ધાનેરા પોલીસ સ્ટેશન ખાતે ગુન્હો નોંધાયેલ હતો. પકડાયેલ આરોપી ચોરીના ઘણા ગુન્હાઓમાં પકડાયેલ છે. ધાનેરા ખાતેથી સને ૨૦૧૬ની સાલમાં નાસી ગયા બાદ, બનાસકાંઠા પોલીસ દ્વારા આજ સુધી આરોપીની તપાસ કરવા છતાં મળી આવતો ના હતો અને પોલીસ પક્કડથી દૂર વોન્ટેડ નાસતો ફરતો હતો. જેને જૂનાગઢ તાલુકા પોલીસ દ્વારા પકડી પાડી, ધરપકડ કરી, ધાનેરા પોલીસ સ્ટેશન ખાતે જાણ કરવામાં આવેલ છે. પકડાયેલ આરોપી રણજીતભાઈ જીલુભાઈ ગીડા કાઠી દરબારને ધાનેરા પોલીસ કબજાે લઈને કાર્યવાહી હાથ ધરવામાં આવશે.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews