ગુમ થયેલા યુવાનનો તેનાં પરિવાર સાથે જૂનાગઢ પોલીસે ભેટો કરાવ્યો

0

જૂનાગઢ રેન્જના આઈજીપી મનીંદર પ્રતાપ સિંહ પવાર તથા જૂનાગઢ પોલીસ વડા રવિ તેજા વાસમ શેટ્ટી દ્વારા સામાન્ય પ્રજાના લોક માનસ ઉપર પોલીસની એક સારી છાપ પડે અને “પોલીસ પ્રજાનો મિત્ર છે” એ સૂત્ર સાર્થક બને તેવા પ્રજા કલ્યાણ તથા પ્રજા ઉપયોગી કાર્યવાહી કરવા જિલ્લાના તમામ પોલીસ અમલદારોને સૂચના કરવામાં આવેલ છે. જૂનાગઢ શહેરના ખામધરોલ રોડ ઉપર શ્યામ પાર્ક સોસાયટીમાં રહેતા અને મૂળ ભેંસાણના વતની એવા જમનભાઈ ગોબરભાઈ બાંભરોલીયા પટેલના પત્ની નીતાબેન, એકનો એક પુત્ર અભિ (ઉ.વ.૧૮) તેના મામા, માસી, સહિતના પોતાના પરિવાર સાથે ગઈકાલે ઉપલા દાતાર દર્શન કરવા ગયેલ હતા. પોતાનો પુત્ર અભી (ઉ.વ.૧૮) થોડો માનસિક નબળો હોય, પરિવાર ધીમો ચાલતો હોય, આગળ નીકળી ગયેલ અને દાતાર થઈ નવનાથ ધુણા બાજુ જતા, જંગલમાં ભૂલો પડી ગયેલ હતો. પરિવાર દ્વારા દાતાર ખાતે જઈ, રાહ જાેતા નહીં આવતા, ગુમ થયેલાનું જાણવા મળેલ હતું. જે અંગેની જાણ નીતાબેન જમનભાઈ બાંભરોલીયા દ્વારા ભવનાથ પોલીસ સ્ટેશન ખાતે કરવામાં આવેલ હતી. ભવનાથ પીએસઆઇ એન.કે.વાજા તથા સ્ટાફ દ્વારા ફોરેસ્ટના અધિકારીઓ તથા સ્ટાફની મદદથી તાત્કાલિક તપાસ હાથ ધરવામાં આવેલ હતી. જૂનાગઢ ડિવિઝનના ડીવાયએસપી પ્રદીપસિંહ જાડેજાના માર્ગદર્શન હેઠળ જૂનાગઢ શહેરના ભવનાથ પોલીસ સ્ટેશનનના પીએસઆઇ એન.કે.વાજા, સ્ટાફના હે.કો. ભીમાભાઈ, રામદેભાઈ, પો.કો. કૌશિકભાઈ, અશ્વિનભાઈ, ઉપરાંત ફોરેસ્ટ ખાતાના ફોરેસ્ટર પિન્ટુબેન ગુજરાતી, બીટ ગાર્ડ હર્ષદભાઈ, શ્રમયોગી મુનિરભાઈ, દેવાભાઈ, રામભાઈ, ટ્રેકર નવલભાઈ, અસ્લમભાઈ, જયેશભાઇ સહિતના સ્ટાફની ટીમો દ્વારા નવનાથ ધુણા આજુબાજુ તપાસ કરવામાં આવેલ પરંતુ, રાત્રી સુધી કોઈ પતો લાગેલ નહીં. જેથી, ગુમ થનાર યુવાન અભીના માતાપિતા, પોતાનો એકનો એક પુત્ર કઈ સ્થિતિમાં હશે ? તેવું વિચારી, સવાભાવિક ચિંતામાં મુકાયેલ હતા. જેથી, જૂનાગઢ જિલ્લા પોલીસ વડા રવિ તેજા વાસમ શેટ્ટી દ્વારા રાત્રીના ક્રાઇમ બ્રાન્ચના પીએસઆઇ ડી.જી.બડવા, હે.કો. દેવશીભાઈ, દીપકભાઈ તેમજ સ્પેશિયલ ઓપરેશન ગ્રુપના અનિરૂદ્ધભાઈ, પરેશભાઈ, ઉપરાંત કમાન્ડ એન્ડ કંટ્રોલ રૂમના પીએસઆઇ પી.એચ.મશરૂ તથા સ્ટાફ સહિતની ટીમો જાેડાયેલ હતી. વહેલી સવારે ડ્રોન કેમેરા સાથે રાજશીભાઈ મોઢવાડીયા તથા યશ ધોકિયા સહિતનાને બોલાવી, જંગલ વિસ્તારમાં જુદી જુદી બે ટીમો દ્વારા સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવતા, જંગલમાંથી યુવાન અભિભાઈ જમનભાઈ પટેલ (ઉ.વ.૧૮) હેમખેમ મળી આવતા, હાજર પરિવારજનોને સોંપી આપેલ હતો. જંગલમાંથી ગુમ થયેલ યુવાન અભિભાઈ જમનભાઈ પટેલ (ઉ.વ.૧૮)ને પૂછતાં, પોતે રસ્તો ભૂલી જતા અને ૧૦ ફૂટ ઉપરથી નીચે પડતા, હાથ તથા શરીરે સામાન્ય છોલાયેલ હતો. આશરે ૨૦ કલાકની પોલીસ તથા ફોરેસ્ટની જહેમત બાદ યુવાન હેમખેમ મળી આવતા, તેના પરિવારજનોને સોંપી આપતા, જમનભાઈ અને નીતાબેન સહિતના પરિવારજનો દ્વારા જૂનાગઢ પોલીસનો આભાર વ્યક્ત કર્યો હતો. જૂનાગઢ પોલીસ દ્વારા પણ પોતાની ફરજ ગણાવી, પોતાના સંતાનની સાર સંભાળ અને તકેદારી રાખવા વિનંતી પણ કરવામાં આવેલ હતી. પરિવારને પોલીસનો આવો અનોખો અનુભવ અને પોતાના એકનો એક પુત્ર પોલીસ તથા ફોરેસ્ટની રાત દિવસની જહેમત બાદ પરત મળતા, ખૂબ જ ભાવ વિભોર થઈ, પરિવાર દ્વારા આનંદ વ્યક્ત કરી, જાે પોલીસ દ્વારા કાર્યવાહી કરવામાં આવેલ ના હોત તો, પોતાની જિંદગીમાં કાળી ટીલી લાગી જાત અને એકનો એક પુત્ર ગુમાવી બેસતા, એવી લાગણી વ્યક્ત કરી, કામ કરનાર જૂનાગઢ પોલીસ સ્ટાફનો વારંવાર આભાર વ્યક્ત કરતા હોય, ભવનાથ પોલીસ સ્ટેશન ખાતે ભાવવાહી દ્રશ્યો સર્જાયા હતા. જૂનાગઢ જિલ્લાના પોલીસ અધિક્ષક રવિ તેજા વાસમ શેટ્ટીની સૂચનાથી જૂનાગઢ પોલીસ દ્વારા પટેલ પરિવારનો એકનો એક પુત્ર જંગલમાં ગુમ થતા, શોધી કાઢી, પરત અપાવી, સુરક્ષા સાથે સેવાનું ઉત્તરદાયિત્વ નિભાવી, પોલીસ પ્રજાની મિત્ર છે, એ સૂત્ર જૂનાગઢ જિલ્લા પોલીસએ ફરીવાર સાર્થક કર્યું હતું.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews