જૂનાગઢ, પોરબંદર, ગીર-સોમનાથ જીલ્લા પંચાયતનાં પ્રમુખો, ઉપપ્રમુખોનો જૂનાગઢ જીલ્લા સહકારી બેંક દ્વારા સન્માન સમારોહ યોજાયો

0

જૂનાગઢ જીલ્લા સહકારી બેંક દ્વારા તાજેતરમાં બિનહરીફ ચૂંટાયેલા જૂનાગઢ, પોરબંદર અને ગીર-સોમનાથ જીલ્લા પંચાયતનાં પ્રમુખો અને ઉપપ્રમુખો તથા ગુજરાત પ્રદેશ ભાજપનાં મંત્રી તરીકે નવનિયુકત થયેલા ઝવેરીભાઈ ડી. ઠકરારનો સન્માન સમારોહ ગુજરાત રાજયનાં કેબીનેટમંત્રી જવાહરભાઈ ચાવડાનાં અધ્યક્ષ સ્થાને યોજાયેલ હતો. જેમાં જૂનાગઢ જીલ્લા પંચાયતનાં પ્રમુખ શાંતાબેન દિનેશભાઈ ખટારીયા, ઉપપ્રમુખ વિપુલભાઈ છગનભાઈ કાવાણી, પોરંબદર જીલ્લા પંચાયતનાં પ્રમુખ મંજુલાબેન વનરાજભાઈ કારાવદરા, ઉપપ્રમુખ ગોપાલભાઈ ભીમજીભાઈ કોઠારી, ગીર-સોમનાથ જીલ્લા પંચાયતનાં પ્રમુખ રામીબેન બચુભાઈ વાજા, ઉપપ્રમુખ નીમુબેન દિલીપભાઈ મોરી અને ગુજરાત પ્રદેશ ભાજપનાં મંત્રી ઝવેરીભાઈ ડી. ઠકરારને જવાહરભાઈ ચાવડાએ સન્માનીત કરેલા હતા અને ત્રણેય જીલ્લા પંચાયતનાં પ્રમુખ અને ઉપપ્રમુખોને બેંકનાં ચેરમેન ડોલરભાઈ કોટેચા, એમ.ડી. દિનેશભાઈ ખટારીયા, પૂર્વ મંત્રી અને ડીરેકટર જશાભાઈ બારડ, બેંકનાં ડીરેકટર અને જીલ્લા ભાજપ પ્રમુખ કિરીટભાઈ પટેલ, પૂર્વ મંત્રી અને ડીરેકટર એલ.ટી. રાજાણી, બેંકનાં ડીરેકટર લક્ષ્મણભાઈ યાદવ, બેંકનાં ડીરેકટરોએ બુકે, સાલ અને મોમેન્ટોથી સન્માનિત કરેલા હતા. તેમજ બેંક સાથે સંયોજીત માળીયા તાલુકાની ૧૦ સેવા સહકારી મંડળીઓને મહાનુભવો દ્વારા માઈક્રો એ.ટી.એમ.નું વિતરણ કરવામાં આવેલ હતું. આ માઈક્રો એ.ટી.એમ.થી ગામડાનાં લોકોને પોતાના ઘરે બેઠા એ.ટી.એમ. કાર્ડથી પૈસા મેળવવાની સુવિધા મળે છે અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીનાં ડીઝીટલ ઈન્ડિયાનાં વિઝનને સાકાર કરવા બેંક દ્વારા વધુમાં માઈક્રો એટીએમ સુવિધા આપવાનાં પ્રયત્નો થયા છે. આ તકે બેંકનાં ચેરમેન ડોલરભાઈ કોટેચાએ જણાવેલ કે, સહકાર અને પંચાયત બંને સાથે જ હોય કેમ કે, બંનેની કામગીરી ગામડાનાં લોકો સુધીની છે અને બેંકને જરૂર જણાય ત્યાં જીલ્લા પંચાયતનો સહયોગ મળે તેવી આશા વ્યકત કરી હતી. સન્માન સમારોહનાં અધ્યક્ષ અને કેબીનેટ મંત્રી જવાહરભાઈ ચાવડા, ગુજરાત પ્રદેશ ભાજપ મંત્રી ઝવેરીભાઈ ઠકરાર, એમ.ડી. દિનેશભાઈ ખટારીયા, જીલ્લા ભાજપ પ્રમુખ કિરીટભાઈ પટેલ, પૂર્વ મંત્રી જશાભાઈ બારડે પ્રાસંગીક ઉદ્દબોધન કરેલ હતાં અને સન્માન સમારોહનું સંચાલન સી.ઈ.ઓ. કિશોરભાઈ ભટ્ટે કરેલ હતું.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews