શ્રી ખોડલધામ ટ્રસ્ટ-કાગવડ અને રાજકોટ મહાનગરપાલિકા (આરોગ્ય સમિતિ)ના સંયુક્ત ઉપક્રમે આગામી તારીખ ૩૧ માર્ચથી ૨ એપ્રિલ ત્રિ-દિવસીય કોવિડ-૧૯ રસીકરણ મેગા કેમ્પનું રાજકોટ શહેર ખાતે આયોજન કરવામાં આવ્યું છે. રાજકોટ શહેરના અલગ અલગ ઝોનમાં પાંચ સ્થળોએ યોજાનાર રસીકરણ મેગા કેમ્પમાં સર્વે જ્ઞાતિના લોકો લાભ લઈ શકે તે પ્રકારનું આયોજન કરવામાં આવ્યું છે. વૈશ્વિક મહામારી કોરોનાને નાથવા સરકાર અનેક પગલાં ભરી રહી છે. દેશભરમાં સરકાર દ્વારા રસીકરણ અભિયાન ચાલી રહ્યું છે. ત્યારે લોકોના હિતાર્થે આ ઝુંબેશમાં શ્રી ખોડલધામ ટ્રસ્ટ-કાગવડ પણ જાેડાયું છે. જેના ભાગરૂપે શ્રી ખોડલધામ ટ્રસ્ટ-કાગવડ અને રાજકોટ મહાનગરપાલિકા (આરોગ્ય સમિતિ)ના સંયુક્તઉપક્રમે રાજકોટ શહેરનાઅલગ અલગ પાંચ વિસ્તારોમાં કોવિડ-૧૯ રસીકરણ મેગાકેમ્પનું આયોજન કરાયું છે. તારીખ ૩૧ માર્ચ થી ૨ એપ્રિલ એમ ત્રણ દિવસ સુધી આ રસીકરણ મેગા કેમ્પ ચાલશે. તારીખ ૩૧ માર્ચ ૨૦૨૧બુધવાર અને તારીખ ૧ એપ્રિલ ૨૦૨૧ ગુરૂવાર એમ બે દિવસ સવારે ૯ વાગ્યાથી સાંજના ૫ વાગ્યા સુધી રાજકોટ શહેરના ત્રણ સ્થળોએ જેમાં (૧) શ્રી સરદાર પટેલ ભવન, ન્યુ માયાણીનગર, ચંદ્રેશનગર પાણીના ટાંકાની સામે (૨) પટેલ વાડી, ૧/૧૦ દયાનંદનગર (વાણીયાવાડી) અને (૩) સોરઠીયાવાડીની વાડી, મવડી ખાતે આયોજન કરાયું છે. ત્યારે તારીખ ૧ એપ્રિલ ૨૦૨૧, ગુરૂવાર અને૨ એપ્રિલ ૨૦૨૧, શુક્રવાર એમ બે દિવસ સવારના ૯ થી સાંજના ૫ વાગ્યા સુધી (૧) પટેલવાડી, બેડીપરાઅને (૨) શ્રી પ્રમુખ સ્વામી ઓડિટોરિયમ, રૈયા રોડ ખાતે આયોજન કરવામાં આવ્યું છે. આ રસીકરણ મેગા કેમ્પનો ૪૫ વર્ષથી મોટી ઉંમરના સર્વે જ્ઞાતિના બહોળી સંખ્યામાં લોકોને લાભ લેવા શ્રી ખોડલધામ ટ્રસ્ટ-કાગવડના ચેરમેન નરેશભાઈ પટેલે અનુરોધ કર્યો છે. ૪૫ વર્ષથી ઉપરના જે કોઈ વ્યક્તિ રસી લેવા આવે તેઓએ આધાર કાર્ડ સાથે રાખવું ફરજિયાત છે. રસીકરણ વિનામૂલ્યે કરી આપવામાં આવશે. આ ઉપરાંત માસ્ક અને સોશ્યલ ડિસ્ટન્સ જાળવવું ફરજિયાત છે.
#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews