સોમનાથથી અયોધ્યા રન ફોર યુનિટીનો થયો પ્રારંભ

0

વિશ્વ પ્રસિધ્ધ સોમનાથ મહાદેવ મંદિર મહાપૂજા કરી અમરેલીનાં ઘનશ્યામ રમેશભાઈ સુદાણીએ દોડતા-દોડતા અયોધ્યા સુધી જવાની યાત્રાનો આજે પ્રારંભ કર્યો છે. સોમનાથ ટ્રસ્ટનાં જનરલ મેનેજર વિજયસિંહ ચાવડા તથા દોડવીરનાં પરિવારે સોમનાથથી દોડનું પ્રસ્થાન કરાવ્યું છે. ૩૦ માર્ચે શરૂ થયેલ આ દોડયાત્રા ર૧ એપ્રિલે ૧૮૦૦ કિ.મી. કાપી નવનિર્માણ થઈ રહેલ રામમંદિર ખાતે પહોંચશે. દોડવીરની સાથે મેડીકલ, સર્પોટીંગ ટીમ સાથે રહેશે. ઉપરાંત દોડવીરને ડીઝીટલ રેકોર્ડ ઘડીયાળ કાંડે બાંધવામાં આવેલ છે. જેથી કેટલા કિલોમીટર દોડ થઈ તેનો રેકોર્ડ અંકિત થતો રહેશે. આ ઉપરાંત છાતી, પીઠ પાછળ રેડીયમ પટ્ટાઓ રીફલેકટર દોડ વખતે બંધાયેલા રહેશે જેથી રાત્રીનાં કોઈ વાહન સાથે અકસ્માત ન થાય. દરરોજનાં ૯૦ કિ.મી. દોડવાનો ક્રમ રહેશે. તેમની દોડ ત્રણ રાજયોને આવરી લેશે જેમાં ગુજરાત, મહારાષ્ટ્ર, યુપી અને એમપીનું ઉજ્જેૈન પણ આવરી લેશે. આજે તેઓ અહીથી સાસણ ત્યાંથી વિસાવદર રાત્રી રોકાણ ત્યારબાદ અમરેલી, સારંગપુર, બગોદર, અમદાવાદ, ગોધરા, ઉજ્જૈન, બીના, ઓછા, કાનપુર, લખનોૈ, અયોધ્યા રહેશે. દર બે કે ત્રણ કલાકે દોડવીરનું બી.પી. હેલ્થચેકઅપ સાથેની ડોકટર ટીમ દ્વારા કરાતું રહેશે. ગીર-પીપળવા ખાતે ખેડૂત પરિવારમાં જન્મેલા ઘનશ્યામભાઈએ વર્ષ ર૦૧૪માં શાળા-રાજયકક્ષાની કેટલીક સ્પર્ધાઓ જીતી ચૂકેલા છે. પ સપ્ટે. ર૦ર૦માં શિક્ષક દિન નિમિત્તે ૭૪ કિ.મી. દોડી ઈતિહાસ રચ્યો હતો. ર૦ર૦માં ૪ર દિવસ ૪ર કિ.મી. દરરોજ દોડે છે. ૧૭૭૩ કિ.મી. આવરી લઈ ભારતમાં પ્રથમ ક્રમાંકે છે. ર૦ હાફમેરેથોન, ૪ર પૂર્ણ મેરેથોન અને ૮ અલ્ટ્રા રન શ્રેષ્ઠ સમય સાથે દોડી ચૂકયા છે. રાજય-રાષ્ટ્રીય, આંતરાષ્ટ્રીય કક્ષાની દોડ સ્પર્ધામાં રર વખત રેકોર્ડ પોડિયમનો સમાવેશ છે. ૧૦ કિમીમાં તેમનો વ્યકિતગત શ્રેષ્ઠ છે ૦૦ઃ૩૭ઃરર, હાફમેરેથોન ૦૧.ર૩.૦૦ છે અને પૂર્ણ મેરેથોન ૦૩ઃપ૯ઃ૦૦ છે. લોકડાઉન દરમ્યાન તેણે ૧૩ મે ર૦ર૦નાં રોજ ઘરની અંદર ૧૦૦ કિમી નોનસ્ટોપ રન કર્યો હતો. ૧૪ કલાકમાં ૧૦૬.૪૦ કિમી આવરીને આંતરાષ્ટ્રીય એકર્યાડ અલ્ટ્રામાં ત્રીજા ક્રમે છે. સ્ટેચ્યુ ઓફ યુનિટી રન ૩૧૧ ઓકટો. ર૦ર૦નાં રોજ રર૧ કિમી અમદાવાદથી સ્ટેચ્યુ ઓફ યુનિટી સુધી, ર૬ જાન્યુ. ર૦ર૧નાં રોજ ૭રમાં પ્રજાસતાક દિનનાં શુભ પ્રસંગે તેમણે ર૩ જાન્યુ.થી ર૬ જાન્યુ. ર૦ર૧નાં રોજ ૭ર કલાકનાં નોનસ્ટોપ રનનો રેકોર્ડ બનાવી ૩૪૧.ર કિમી રનીંગ કર્યું હતું. સમગ્ર રન વીડીયોગ્રાફી અમદાવાદ ખાતે થયેલી જેમાં અમદાવાદ રાજય કલબ સહકાર મળેલ હતો. તેમનાં કોચ રાહુલ શર્મા કહે છે કે, ઘનશ્યામભાઈ પાસે પ્રચંડ સંભાવના છે અને તેને લોકોનું સમર્થન અને પોતાના અથાગ પ્રયાસથી દેશ-દુનીયામાં ભારતનો ડંકો વગાડશે અને તેઓ વિશ્વનાં સર્વશ્રેષ્ઠ દોડવીરો સાથે પ્રશિક્ષીત થવા માટે કેન્યા પણ જશે. આજથી સમગ્ર દોડ ભગવાન રામને સર્મપિત અને રામમંદિર નિર્માણ થયા પછી દેશમાં ભાઈચારો, એકતા, રાષ્ટ્રીયતા, સંપ જળવાઈ રહે તેવી અર્ભ્યથના.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!