જૂનાગઢ સહિત સૌરાષ્ટ્રમાં રવિવારે હોળી અને સોમવારે ધુળેટી પર્વની ઉજવણી કરવામાં આવી હતી. કોરોનાના સંક્રમણકાળ વચ્ચે સરકારશ્રીની ગાઈડલાઈન મુજબ મર્યાદિત રીતે કાર્યક્રમો સંપન્ન કરવામાં આવ્યા હતા. હોળી પર્વ પ્રસંગે રવિવારે ઠેર-ઠેર હોલીકા દહનનાં કાર્યક્રમો યોજાયા હતા.
જૂનાગઢ સહિત સૌરાષ્ટ્રભરમાં હોળીના તહેવારને મનાવવામાં આવ્યો હતો. આ વર્ષે કોરોનાના સંક્રમણકાળ વચ્ચે ચોકકસ ગાઈડલાઈન મુજબ પર્વને ઉજવવામાં આવેલ હતું. જૂનાગઢ શહેરના વિવિધ વિસ્તારો, મહોલ્લાઓ તેમજ જિલ્લાના વિવિધ ગામો અને શહેરોમાં પણ રવિવારે હોલીકા દહનનાં કાર્યક્રમો યોજાયા હતા. ગરવા ગીરનાર ઉપર બિરાજતા અંબાજી માતાજીના મંદિરના પરિસરમાં મહંતશ્રી તનસુખગીરીબાપુની નિશ્રામાં અને ભાવિકોની ઉપસ્થિતિમાં હોલીકા દહનનો કાર્યક્રમ યોજાયો હતો. શાસ્ત્રોકત વિધિ સાથે હોળી પ્રગટાવવામાં આવી હતી અને લોકોએ દર્શનનો લાભ લીધો હતો. આ ઉપરાંત જૂનાગઢ ગરવા ગીરનારની બાજુમાં આવેલા ઉપલા દાતારબાપુની જગ્યા ખાતે પણ પરંપરાગત રીતે હોળી પ્રગટાવવામાં આવી હતી. શાસ્ત્રોકત વિધિ સાથે પૂજન વિધિ કરાયા બાદ હોળી પ્રગટાવવામાં આવી હતી. ઉપલા દાતારબાપુની જગ્યાના મહંત પૂ. ભીમબાપુની નિશ્રામાં અને સેવકગણની હાજરીમાં હોળીનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. આ ઉપરાંત જૂનાગઢ શહેરના વિવિધ વિસ્તારોમાં પણ હોલીકા દહનનાં કાર્યક્રમો યોજાયા હતા. હોળી માતાની લોકોએ પ્રદક્ષિણા કરી હતી અને સૌના કલ્યાણની પ્રાર્થના કરી હતી. આ વર્ષે અનેક સ્થળોએ હોલીકા દહનના કાર્યક્રમો સાથે કોરોનાને લગતા સ્લોગન તેમજ કોરોનાથી મુક્તિ અપાવવાની વિનંતી અને પ્રાર્થના થઈ હતી. વાલમબાપાની નનામીના કાર્યક્રમમાં પણ વ્યસનમુક્તિની સાથે કોરોનાથી મુક્તિનાં બેનરો મુકાયા હતા. હોળીનું પર્વ પરંપરાગત રીતે ઉજવાયું હતું જયારે હોળીના બીજા દિવસે એટલે કે સોમવારે ધુળેટી પર્વ પણ સરકારશ્રીની ગાઈડલાઈન મુજબ ઉજવાયું હતું. ખાસ કરીને પરિવારજનોએ પરસ્પર તિલક કરી અને તિલક હોળી કરી ઉજવણી કરી હતી. લોકોએ પણ કોરોનાકાળમાં આ વર્ષે ખુબ જ સંયમપૂર્વક કાર્યક્રમ યોજાયા હતા. બીજી તરફ પોલીસ તંત્ર દ્વારા પણ હોળી અને ધુળેટીના પર્વ પ્રસંગે ચુસ્ત અને કડક બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો.
#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews