ગાંધીગ્રામ વિસ્તારમાં રપ હજાર છાણાની હોળી પ્રગટાવાઈ, ભાવિકોએ લીધો દર્શનનો લાભ

0

જૂનાગઢ શહેરમાં રવિવારના દિવસે વિવિધ વિસ્તારોમાં હોલીકા પર્વની ઉજવણી અંતર્ગત હોળી પ્રગટાવવામાં આવી હતી. શહેરનાં ગાંધીગ્રામ વિસ્તારનાં રહેવાસીઓ તેમજ રબારી સમાજ અને રબારી સમાજના યુવા કાર્યકર્તાઓનાં સહકારથી અહીં પરંપરાગત રીતે હોળી પ્રગટાવવામાં આવી હતી. રપ હજાર છાણાની હોળી કરવામાં આવી હતી. શાસ્ત્રોકત વિધિ સાથે પૂજન અને હોળી પ્રગટાવાઈ હતી. હોળીમાતાનાં દર્શનાર્થે આ વિસ્તારના ભાવિકોએ ઉપસ્થિત રહ્યા હતા. સરકારશ્રીની ગાઈડલાઈન મુજબ હોલીકા પર્વ ઉજવાયું હતું. આ કાર્યક્રમને સફળ બનાવવા આયોજકો તરફથી ભારે જહેમત ઉઠાવવામાં આવી હતી. આ ઉપરાંત ગુજરાત હાઉસીંગ બોર્ડમાં પણ હોળી પર્વની ઉજવણી કરાઈ હતી.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews