જૂનાગઢ પોલીસે અસ્થિર મગજનાં યુવાનનું પરિવાર સાથે મિલન કરાવ્યું

0

જૂનાગઢ રેન્જના આઈજીપી મનીંદર પ્રતાપ સિંહ પવાર તથા જૂનાગઢ પોલીસ વડા રવિ તેજા વાસમ શેટ્ટી દ્વારા સામાન્ય પ્રજાના લોક માનસ ઉપર પોલીસની એક સારી છાપ પડે અને “પોલીસ પ્રજાનો મિત્ર છે” એ સૂત્ર સાર્થક બને તેવા પ્રજા કલ્યાણ તથા પ્રજા ઉપયોગી કાર્યવાહી કરવા જિલ્લાના તમામ પોલીસ અમલદારોને સૂચના કરવામાં આવેલ છે. જૂનાગઢ ડિવિઝનના ડીવાયએસપી પ્રદીપસિંહ જાડેજાના માર્ગદર્શન હેઠળ જૂનાગઢ શહેરના ભવનાથ પોલીસ સ્ટેશનનના પીએસઆઇ એન.કે. વાજા, સ્ટાફના હે.કો. ભીમાભાઈ, રામદેભાઈ, પો.કો. કૌશિકભાઈ, અશ્વિનભાઈ સહિતના સ્ટાફની ટીમ હોળી ધૂળેટીના તહેવાર અન્વયે પેટ્રોલિંગમાં હતા, ત્યારે ભવનાથ વિસ્તારમાંથી એક અસ્થિર મગજનો એક યુવાન મળી આવતા, ભવનાથ પોલીસ સ્ટેશન ખાતે લાવી, પૂછપરછ કરવામાં આવતા, પોતાનું નામ હેમંતભાઈ જશવંતભાઈ ચૌહાણ જાતે વાલ્મિકી હોવાનું અને પોતે અમદાવાદનો રહેવાસી હોવાની હકીકત જણાવેલ હતી. પોતાના પિતા રિક્ષા ચલાવે છે અને હોમગાર્ડમાં નોકરી કરતા હોવાનું જણાવતા, જૂનાગઢ પોલીસ દ્વારા અમદાવાદ ખાતે સંકલન કરી, તેના પિતા તથા પરિવારજનોને બોલાવવામાં આવેલ હતા. તેના પરિવારજનો આવ્યા ત્યાં સુધી ભવનાથ પોલીસ દ્વારા અસ્થિર મગજના હેમંતભાઈની સાર સંભાળ રાખી, જમાડેલ હતો. તેના પિતા જશવંતભાઈ નટવરભાઈ ચૌહાણ જાતે વાલ્મિકી (ઉ.વ.૫૮) રહે. નવસાર પંચ શેરી, ઘી કાંટા કોર્ટની સામે, અમદાવાદ (મો. ઃ ૭૩૮૩૦ ૨૩૭૯૮) સહિતના પરિવારજનો અમદાવાદથી આવતા, તેઓને યુવાન હેમંતભાઈનો કબજાે સોંપી આપતા, તેના પરિવારજનો દ્વારા જૂનાગઢ પોલીસનો આભાર વ્યક્ત કર્યો હતો. જૂનાગઢ પોલીસ દ્વારા પણ પોતાની ફરજ ગણાવી, પોતાના સંતાનની સાર સંભાળ અને તકેદારી રાખવા વિનંતી પણ કરવામાં આવેલ હતી. પરિવારને પોલીસનો આવો અનોખો અનુભવ અને પોતાને બે સંતાનમાં એક દીકરી અને આ હેમંત પોતાના એકનો એક પુત્ર હોય, સને ૨૦૧૫માં મોટર સાયકલ સ્લીપ થતા, માથામાં ઇજા થવાથી, માનસિક અસ્થિર થઈ ગયેલ હોય, ક્યારેક ક્યારેક ઘુરી ચડે ત્યારે રવાના થઈ જતો હોવાનું જણાવી, જૂનાગઢ પોલીસની મદદથી પરત મળતા, ખૂબ જ ભાવ વિભોર થઈ, પરિવાર દ્વારા આનંદ વ્યક્ત કરી, જાે પોલીસ દ્વારા કાર્યવાહી કરવામાં આવેલ ના હોત તો, પોતાનો એકનો એક પુત્ર મેળવો મુશ્કેલ બનત, એવી લાગણી વ્યક્ત કરી, કામ કરનાર જૂનાગઢ પોલીસ સ્ટાફનો વારંવાર આભાર વ્યક્ત કરતા હોય, ભવનાથ પોલીસ સ્ટેશન ખાતે ભાવવાહી દ્રશ્યો સર્જાયા
હતા.
જૂનાગઢ જિલ્લાના પોલીસ અધિક્ષક રવિ તેજા વાસમ શેટ્ટીની સૂચનાથી જૂનાગઢ પોલીસ દ્વારા વાલ્મિકી પરિવારનો અસ્થિર મગજનો એકનો એક પુત્ર ભવનાથ ખાતે આવી જતા, શોધી કાઢી, પરત અપાવી, સુરક્ષા સાથે સેવાનું ઉત્તરદાયિત્વ નિભાવી, પોલીસ પ્રજાની મિત્ર છે, એ સૂત્ર જૂનાગઢ જિલ્લા પોલીસએ ફરીવાર સાર્થક કર્યું હતું.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!