જૂનાગઢનાં પ્રખ્યાત અશ્વ લાલ મૂંડીનું અવસાન : અશ્વ પ્રેમીઓમાં શોકની લાગણી

0

જૂનાગઢના નામાંકિત અને પ્રખ્યાત અશ્વ લાલ મૂંડીનું અવસાન થયું છે. સિંધી ઓલાદનો આ અશ્વ જૂનાગઢના પ્રસિદ્ધ અશ્વ પાલક અચુભાઈ બગીવાળાની માલિકીનો હતો. છ વર્ષની ઉંમરના આ ઘોડાનું પેટના રોગના કારણે અવસાન થતા અશ્વ પ્રેમીઓમાં શોકનું મોજું ફરી વળ્યું છે. જૂનાગઢના જાણીતા અશ્વ પાલક અચુભાઇ બગીવાળાનો પ્રસિધ્ધ અશ્વ લાલ મૂંડીનું અવસાન થતા અશ્વ પ્રેમીઓમાં શોકનું મોજું ફરી વળ્યું છે. લાલ મૂંડી નામનો આ અશ્વ અસલ સિંધી ઓલાદનો અશ્વ હતો. જૂનાગઢ પંથકમાં ખુબજ પ્રખ્યાત હતો પરંતુ તેને થોડા સમયથી પેટની બીમારી હોવાના કારણે તેનું છ વર્ષની ઉંમરે અવસાન થયું છે. અશ્વના માલિક અચુભાઇ બગીવાળાએ જણાવ્યું હતું કે, આ લાલ મૂંડી નામનો અશ્વ ખુબજ અમીરાત ધરાવતો હતો જેને કારણે તેને લોકોનો ખુબજ પ્રેમ મેળવ્યો હતો. અશ્વનો કલર સફેદ હતો પરંતુ તેનું માથું લાલ હોવાના કારણે તે લાલ મૂંડીના નામથી પ્રખ્યાત થયો હતો. અચુભાઇએ અશ્વના વખાણ કરતા જણાવ્યું હતું કે, લાલ મૂંડી એટલો ફેમસ થયો હતો કે લોકો તેની સાથે સેલ્ફી અને વિડિયો બનાવી સોશ્યલ મીડિયામાં વયરલ કરતા હતા પરંતુ અફસોસ કે તે હવે આ દુનિયામાં નથી રહ્યો.
અત્રે ઉલ્લેખનીય છે કે, ભારતમાં કુલ ચાર પ્રકારની ઓલાદોના અશ્વો જાેવા મળે છે જેમાં અરબી, સિંધી, મારવાડી અને કાઠિયાવાડી અશ્વનો સમાવેશ થાય છે. જેમાંથી સિંધી અશ્વ ખુબજ સોજા, નમ્ર સ્વભાવના અને દેખાવે સુંદર હોય છે. સામાન્ય રીતે અશ્વની ઉંમર ર૦ થી રપ વર્ષની હોય છે પરંતુ આ લાલ મૂંડી અશ્વનું બીમારીના કારણે અવસાન થતા તેને દફન કરવામાં આવ્યો છે.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!