માળીયાના નવા ગળોદર પ્રા.શાળાની બે કૃતિ તાલુકાના ગણિત વિજ્ઞાન પ્રદર્શન માટે પસંદગી થઇ

0

માળીયા તાલુકાનું ક્લસ્ટર લેવલનું ગણિત-વિજ્ઞાન પ્રદર્શન ૨૦૨૧માં નવા ગળોદર પ્રા.શાળાની ત્રણ કૃતીઓમાં વિદ્યાર્થીઓએ ઉત્સાહ પૂર્વક ભાગ લીધો હતો. જેમા માર્ગદર્શક શિક્ષક કિંજલબેન તથા આચાર્ય તથા સ્ટાફગણની મહેનત અને વિદ્યાર્થીઓનો ઉત્સાહ ખૂબ સારો રહ્યો હતો. સમગ્ર કાર્યક્રમ માઇક્રો સોફ્ટ ટીમ્સ એપના માધ્યમથી ઓનલાઇન રહ્યો હતો અને ૩ કૃતિમાંથી બે કૃતિ તાલુકાના ગણિત વિજ્ઞાન પ્રદર્શન માટે પસંદ થઈ છે. જેમાં વિભાગ-૨(સ્વાસ્થ્ય) Air pollution control model અને વિભાગ-૫(ગાણિતિક નમૂના)ઘડિયા વગર ગુણાકાર એ બે કૃતિ પસંદ થઇ છે.

error: Content is protected !!