ખંભાળિયાની બદીયાણી હોસ્પિટલ ખાતે નેત્ર કેમ્પ યોજાયો

0

ખંભાળિયા-જામનગર માર્ગ ઉપર આવેલી માનવ સેવા સમિતિ નિર્મિત લલીતાબેન પ્રેમજીભાઈ બદીયાણી હોસ્પિટલ ખાતે ગાંધી ગ્રુપ ચેરીટેબલ ટ્રસ્ટ તથા શાંતાબેન ગુલાબરાય બદીયાણી ફાઉન્ડેશન- મુંબઈ (હ. અજયભાઈ તથા પ્રદીપભાઈ)ના આર્થિક સહયોગથી વિનામૂલ્યે નેત્ર નિદાન સારવાર તથા નેત્રમણી સાથેના ઓપરેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. કેમ્પના આયોજન તથા સફળતા માટે માનવ સેવા સમિતિના પ્રમુખ ધીરેનભાઈ બદીયાણી, સેક્રેટરી મનુભાઈ પાબારી, ટ્રેઝરર જગદીશભાઈ ચાવડા, પૂર્વ પ્રમુખ રાજુભાઈ મજીઠીયા, ટ્રસ્ટી નાથાભાઈ બદીયાણી, વિમલભાઈ સાયાણી, સુભાષભાઈ બારોટે જહેમત ઉઠાવી હતી. આ કેમ્પમાં આંખના નિષ્ણાંત તબીબ અનુજાબેન પરીખે માનદ સેવા આપી હતી. આ કેમ્પમાં ૧૨૦ જેટલા દર્દીઓને તપાસી નિદાન સારવાર કરી, દવા આપવામાં આવી હતી. આ ઉપરાંત ૪૪ જેટલા દર્દીઓને ઓપરેશનની જરૂરિયાત જણાતાં લલીતાબેન પ્રેમજીભાઈ બદીયાણી હોસ્પિટલ ખાતે જ ક્રમશઃ ઓપરેશન કરી, નેત્રમણી પણ બેસાડી આપવામાં આવશે. આ કેમ્પમાં ડો. અંજનાબેન કંડોરીયા તથા રિમ્પલબેન બારાઈએ જરૂરી સહકાર આપ્યો હતો.
#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews