દ્વારકાનાં શિવરાજપુર બિચ ઉપર વાહનોની અવર-જવર તથા કચરો ફેંકવા ઉપર પ્રતિબંધ

0

દેવભૂમિ દ્વારકા જિલ્લામાં આવેલો શિવરાજપુર બીચ શાંત રળિયામણો અને પ્રાકૃતિક સમન્વયનું સુંદર નજરાણું છે. શિવરાજપુર બીચ દ્વારકાથી નજીક હોવાથી દ્વારકાધીશના દર્શને આવતા સહેલાણીઓ પણ મોટા પ્રમાણમાં અહીં આવે છે. જેથી દેવભૂમિ દ્વારકાના અધિક જિલ્લા મેજીસ્ટ્રેટએ શિવરાજપુર બિચ ઉપર ત્રણ કિલોમિટરની ત્રિજયામાં પ્લાસ્ટીકના ઉપયોગ કે વપરાશ, વાહનોની અવર-જવર, કચરો ફેંકવા તેમજ કેમ્પેઈન કરવા ઉપર પ્રતિબંધ મુકતું જાહેરનામું પ્રસિધ્ધ કર્યું છે. આ જાહેરનામું તા.૨૪ મે સુધી અમલમાં રહેશે. જાહેરનામાનો ભંગ કરનાર શિક્ષાને પાત્ર ઠરશે તેમ વધુમાં જણાવાયું છે.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews