જૂનાગઢમાં રાહતદરની ગીરનાર કોવિડ હોસ્પીટલનો થયેલો શુભારંભ

0

જૂનાગઢ શહેરમાં આરોગ્ય ક્ષેત્રે વધુ એક અદ્યતન હોસ્પીટલનો શુભારંભ થયો છે અને નિષ્ણાંત ડોકટરોની ટીમ દ્વારા જૂનાગઢ શહેર અને જિલ્લાની જનતાને માટે આશીર્વાદરૂપ આરોગ્ય સેવા આપવાનો પ્રયાસ કરવામાં આવેલ છે.
જૂનાગઢમાં સૌપ્રથમ ટ્રસ્ટ સંચાલિત રાહતદરની કોવિડ હોસ્પીટલ શરૂ થઈ છે.
શ્રી ગુરૂદત્તાત્રેય ગીરનાર ચેરીટેબલ ટ્રસ્ટ સંચાલિત ગીરનાર કોવિડ હોસ્પીટલનો બિલખા રોડ ઉપર બ્રહ્મસમાજ છાત્રાલય પાસે રામનિવાસ નજીક તાજેતરમાં શુભારંભ કરવામાં આવેલ છે. જૂનાગઢનાં ખ્યાતનામ તથા તુલજાભવાની કોવિડ હોસ્પીટલ તથા શાશ્વત હોસ્પીટલનાં નિષ્ણાંત ડોકટરોની ટીમ જેમાં ડો. શૈલેષ જાદવ(એમડી), ડો. ચિંતન યાદવ(એમડી), ડો. પિનાંક મેર (એમડી), ડો પારિતોષ પરમાર (એમડી), ડો. જતીન સોલંકી(એમડી), ડો. રાહુલ હુંબલ (એમડી), ડો. મોહિત મારવાણીયા(એમડી), અસ્તેય પુરોહિત (મેનેજીંગ ડાયરેકટર), અશ્વિન વાળા (એડમીનીસ્ટ્રેટીવ મેનેજર)ની ટીમ કાર્યરત બની છે. ગીરનાર કોવિડ હોસ્પીટલમાં ઉપલબ્ધ સુવિધાઓમાં એક દ્રષ્ટિપાત કરીએ તો વેન્ટીલેટર સાથે ૧૪ બેડનું આઈસીયુ (સેન્ટ્રલ એસી), હાઈપ્રેશર સેન્ટ્રલ ઓકસીજન સીસ્ટમ, રાહતદરનો મેડીકલ સ્ટોર, રાઉન્ડ ધ કલોક દર ૬ કલાકે દર્દીનાં કુટુંબીજનોને સારવાર અંગેના રિપોર્ટની એસએમએસ, મેસેજ દ્વારા જાણ થઈ શકે તેવી સુવિધા, હોસ્પીટલના દરેક વોર્ડમાં દરેક બેડ સાથે સ્વતંત્ર હાઈ પ્રેશર સેન્ટ્રલ ઓકસીજન લાઈન, કોરોના પોઝીટીવના દર્દીઓને ઘરેથી તેડવા-મુકવા માટે એબ્યુલન્સનો સમાવેશ થાય
છે. આ ઉપરાંત કોરોના રેપીડ એન્ટીજન અને આરટીપીસીઆર ટેસ્ટ ફ્રી કરી આપવામાં આવશે તેમજ રાહતદરે જમવાની સુવિધા સાથે આઈસોલેશન રૂમની સુઘડ વ્યવસ્થા તેમજ કોરોના પોઝીટીવ દર્દીઓને હોસ્પીટલમાં દાખલ થવા ફ્રી એમ્બ્યુલન્સ સુવિધા ઉપલબ્ધ છે. આમ અત્યારના કોરોના સંક્રમણ ખતરા વચ્ચે લોકોને સારી આરોગ્ય સેવા અને ખાસ કરીને કોરોનાના કેસમાં રાહતદરે અને ઉત્તમ સેવા પુરી પાડવામાં આવી રહી છે. ગીરનાર કોવિડ હોસ્પીટલનો તાજેતરમાં જ શુભારંભ થયો છે અને દર્દીઓની સારવાર કરવામાં આવી રહી છે. વધુ વિગત માટે મો. નં. ૭પ૭૩૮૦૪૧૦૪ નો સંપર્ક સાધવા જણાવેલ છે.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!